Mon May 25 2026

Logo

IPLમાં ‘ગર્લફ્રેન્ડ કલ્ચર’ થી BCCI નારાજ! આ ખેલાડીઓ રડારમાં, લાગુ થઈ શકે છે કડક નિયમો

2 weeks ago
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: હાલ ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સિઝન અનેક કારણોથી વિવાદમાં આવી ચુકી છે, જેમાં કેટલાક ખેલાડીઓ અવારનવાર તેમની ગર્લફ્રેન્ડ સાથે દેખાતા ક્રિકેટ ચાહકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એવામાં કંટ્રોલ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ (BCCI)  IPLમાં 'ગર્લફ્રેન્ડ કલ્ચર'ને રોકવા માટે કડક પગલાં લેવા અંગે વિચારણા કરી રહ્યું છે.

IPL ની ચાલુ સિઝનમાં બે મોટા વિવાદો જોઈ ચુક્યા છે. રાજસ્થાન રોયલ્સ મીડિયા મેનેજર રોમી ભિંડર ડગઆઉટમાં સેલ ફોનનો ઉપયોગ કરતા પકડાયા હતા, જ્યારે કેપ્ટન રિયાન પરાગ ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરતો પકડાયો હતો. હવે BCCIને ચિંતા છે કે ખેલાડીઓ તેમની ગર્લફ્રેન્ડ સાથે મુસાફરી કરતા હોવાથી વધુ કોઈ વિવાદ થઇ શકે છે, માટે સાવચેતીના ભાગ રૂપે BCCI અધિકારીઓ કેટલાક નવા નિયમો લાગુ કરી શકે છે.

આ ખેલાડીઓ પર નજર:
IPLની ચાલુ સિઝનમાં હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, ઈશાન કિશન અને યશસ્વી જયસ્વાલ સહિતના ખેલાડીઓ તેમની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા હતા, BCCIએ આ ખેલાડીઓની નોંધ લીધી છે. બોર્ડને ખેલાડીઓના ડેટિંગ સાથે કોઈ વાંધો નથી, પરંતુ ખેલાડીઓની ગર્લફ્રેન્ડ ટીમ સાથે મુસાફરી કરી રહી હોવાની સામે BCCIને ચિંતા છે. 

કેટલાક કિસ્સાઓમાં, ખેલાડીઓની પાર્ટનર ખેલાડી સાથે સમય વિતાવવા જે શહેરમાં મેચ હોય એ શહેરમાં જોવા મળી રહી છે, જેમાંની કેટલીક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, જે સંવેદનશીલ માહિતી જાહેરમાં શેર કરવામાં આવી રહી છે, જેનાથી BCCIએ નાખુશ છે.

અહેવાલ મુજબ BCCIના અધિકારીઓ આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. ખેલાડીઓ સાથે પત્નીઓ અને પરિવારના સભ્યોની મુસાફરીમાં કોઈ સમસ્યા નથી, પરંતુ ગર્લફ્રેન્ડના કિસ્સામાં આ બાબત વધુ ગંભીર માનવામાં આવે છે. પહેલા, IPL દરમિયાન ગર્લફ્રેન્ડને ખેલાડીઓ સાથે રહેવાની મંજૂરી નહોતી, પરંતુ હવે તે એક ટ્રેન્ડ બની ગયો છે.

નવા નિયમ આગામી IPL સીઝનથી અમલમાં આવી શકે છે.