Mon May 25 2026

Logo

આ જાણીતા ક્રિકેટરની સિડનીમાં ધરપકડ!

sydney   1 month ago
Author: Ajay Motiwala
Article Image

સિડનીઃ અહીં મંગળવારે મૅરોબ્રા નામના વિસ્તારમાં દારૂ (liquor) પીને કાર ચલાવવા બદલ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વૉર્નરની ધરપકડ કરવામાં આવી હતી. તેણે મર્યાદા બહાર દારૂ પીને કાર ચલાવી હતી એ બદલ તેને પકડવામાં આવ્યો હતો. જોકે પછીથી તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

વૉર્નર (Warner) પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં રમે છે, પરંતુ આ ટૂર્નામેન્ટમાં તેની મૅચને અઠવાડિયું બાકી હોવાથી તે બે્રક લઈને લાહોરથી સિડની પાછો આવી ગયો હતો. તે પીએસએલમાં કરાચી કિંગ્સ વતી રમે છે. તે આ ટીમનો કૅપ્ટન છે. તેણે ત્રણ મૅચમાં કુલ 93 રન કર્યા છે અને તેની ટીમ બીજા નંબરે છે.

ટ્રાફિક પોલીસે તેની બ્રીથ ટેસ્ટ લીધી એમાં તેણે પરવાનિત મર્યાદાની બહાર દારૂ પીધો હોવાનું જણાતાં (તેનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં) તેની ધરપકડ કરવામાં આવી હતી. એક ચૅનલના અહેવાલ મુજબ તેને આવતા મહિને વધુ તપાસમાં સહકાર આપવા બોલાવવામાં આવ્યો છે.

વૉર્નરે જે કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે એને કારણે પીએસએલમાં તેના પ્રવાસ પર તેમ જ પાકિસ્તાનમાં રમવા પર કોઈ વિપરીત અસર નહીં થાય.