Sun May 03 2026

Logo

મનપાએ કમર્શિયલ કૉમ્પ્લેક્સને આપેલી પાર્કિંગની નોટિસનું પાલન નહીવત

1 hour ago
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં આવતા મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાના અમદાવાદ મહાનગરપાલિકાની નોટિસને ગંભીરતાથી લેવામાં આવી નથી તેમ જણાઈ રહ્યું છે. સીજી રોડ, સિંધુ ભવન રોડ અને અન્ય કોમર્શિયલ કોરિડોર પર, મુલાકાતીઓને હજુ પણ તેમના દૂર પાર્કિંગ કરવું પડે છે. હાલમાં શહેરમાં પડતી સખત ગરમીને કારણે પાર્ક કર્યા બાદ લોકો માટે કૉમ્પ્લેક્સ સુધી ચાલવું ઘણીવાર મુશ્કેલીભર્યું થઈ જાય છે. 

ઘણી ઇમારતોમાં ભોંયરામાંના અતિક્રમણને છે, જેને લીધે પાર્કિંગ હોવા છતાં તેનો ઉપયોગ કરી શકાતો નથી. શહેરના વ્યસ્ત એવા સીજી રોડની વાત કરીએ તો પેઈડ પાર્કિગ સુવિધા મનપાની ચૂંટમી પહેલા બંધ કરવામાં આવી હતી. અહીં રૂ. 20માં કેમેરા સાથેની સુવિધા છે. તે ફરી ખુલે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ગેરકાયદે પાર્કિંગ માટે મુસાફરોને દંડ ફટકારવામાં આવતો હોવાથી વાહનચાલકો નારાજ છે. તેમના કહેવા અનુસાર જે ઈમારતોમાં પાર્કિંગની સુવિધા નથી તેમની સામે પગલાં લેવાની બદલે મનપા વાહનચાલકો પાસેથી દંડ વસૂલે છે. 

મનપાના નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે બિલ્ડિંગ માલિકોના સંગઠનો કાયદેસર રીતે ખાતરી કરે છે કે સભ્યો અને મુલાકાતીઓ બંનેના વાહનો પરિસરમાં જ પાર્ક કરવામાં આવે.મનપાના નિર્દેશમાં જણાવાયું હતું કે બિલ્ડિંગ માલિકોના સંગઠનોએ કાયદેસર રીતે ખાતરી કરવી જરૂરી છે કે દુકાનદારો-કામદારો અને મુલાકાતીઓ-ગ્રાહકો તમામના વાહન એક જ પરિસરમાં પાર્ક કરી શકાય. આ સાથે ઘણી સુવિધાઓ અને સાવચેતી રાખવાની સૂચના એસોસિયેશનને આપવામાં આવી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર મનપાએ ડેવલપર્સને ચેતવણી આપી હતી કે નિયમોના વારંવાર ઉલંઘન થશે અને ખાસ કરીને ફૂટપાથ અને જાહેર રસ્તાઓ પર પાર્કિંગ થશે તે બિલ્ડિંગ યુસેજ પરમિશન રદ કરવામાં આવશે.