Tue May 26 2026

Logo

નવી મુંબઈમાં 86 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે એકની ધરપકડ

3 weeks ago
Author: Yogesh D. Patel
Article Image

થાણે: નવી મુંબઇમાં 86 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે રવિ ખાટીક નામના શખસની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસ અધિકારીઓ શનિવારે મોડી રાતે બે વાગ્યાની આસપાસ ઉલવે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે હાઉસિંગ કોમ્પ્લેક્સ નજીક શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા રવિ ખાટીક પર તેમની નજર પડી હતી.

પોલીસ ટીમે રવિને તાબામાં લઇને તેની તલાશી લેતાં 344 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 86 લાખ રૂપિયા હતી.

આરોપી રવિ ઉલવે વિસ્તારમાં રહે છે અને તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે બે વ્યક્તિએ તેને આ ડ્રગ્સ વેચવા માટે આપ્યું હતું. આથી પોલીસ હવે એ બે વ્યક્તિની શોધ ચલાવી રહી છે. (પીટીઆઇ)