Wed May 13 2026

Logo

શ્રીદેવી, કાજોલના ડિઝાઈનરથી ડેપ્યુટી સીએમ સુધીની સફર: જાણો અગ્નિમિત્રા પોલની લાઈફસ્ટાઈલ અને કરોડોની સંપત્તિ વિશે...

3 days ago
Author: Darshana Visaria
Article Image

પશ્ચિમ બંગાળના રાજકીય ઈતિહાસમાં 2026માં સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. તૃણમુલ કોંગ્રેસના ગઢ ગણાતા પશ્ચિમ બંગાળમાં ભાજપના ઐતિહાસિક વિજય અને કૌન બનેગા મુખ્ય પ્રધાનની અટકળો બાદ ગઈકાલે સુવેન્દુ અધિકારી અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે અગ્નિમિત્રા પોલના નામ પર મહોર લગાવવામાં આવી છે. આજે સુવેન્દુ અધિકારી મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે પરંતુ આ બધા વચ્ચે લોકોને એ સવાલ સતાવી રહ્યો છે કે આખરે બંગાળનાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેનારા આ અગ્નિમિત્રા પોલ કોણ છે? ચાલો આજે તમને જણાવીએ કે આખરે આ અગ્નિમિત્રા પોલ કોણ છે...

અગ્નિમિત્રા પોલનો બોલીવુડ અને ટોલીવૂડ સાથે ખૂબ નજીકનો સંબંધ રહ્યો છે. તમારી જાણકારી માટે કે એક સમયે બોલીવુડ અને ટોલીવૂડના દિગ્ગજ સેલિબ્રિટીના કપડાં ડિઝાઇન કરનાર અગ્નિમિત્રા હવે બંગાળનાં ડેપ્યુટી સીએમ બનવા જઈ રહ્યા છે. ચાલો એક નજર કરીએ ડિઝાઈનર સ્ટુડિયોથી ડેપ્યુટી સીએમ સુધીની અગ્નિમિત્રાની સફર પર.

અગ્નિમિત્રા પોલની ગણતરી ભારતના જાણીતા અને માનીતા ફેશન ડિઝાઇનરમાં કરવામાં આવે છે. તેમણે બોલીવુડ સેલિબ્રિટી શ્રીદેવી, કાજોલ, સોનાલી બેન્દ્રે, મિથુન ચક્રવર્તી અને વિદ્યા બાલન જેવા સુપરસ્ટાર્સ માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા છે.

ડિઝાઈનર સ્ટુડિયોથી તેમણે માર્ચ 2019માં ભાજપમાં જોડાઈને પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. ટૂંક સમયમાં જ તેઓ બંગાળમાં ભાજપના પ્રમુખ મહિલા ચહેરા તરીકે ઉભરી આવ્યા અને તેમણે આસનસોલ દક્ષિણ બેઠક પરથી જીત મેળવી હતી. બંગાળમાં ભાજપની જીત બાદ તેમને ડેપ્યુટી સીએમ બનાવીને પાર્ટીએ તેમના નેતૃત્વ પર મહોર મારી છે.

કેટલી મિલકતના માલિક છે અગ્નિમિત્રા પોલ?
ચૂંટણી સોગંદનામા અને મીડિયા રિપોર્ટ્સ મુજબ અગ્નિમિત્રા પોલ અને તેમના પરિવાર પાસે કરોડોની સંપત્તિ છે. અગ્નિમિત્રા પોલ અંદાજે રૂપિયા 6.5 કરોડથી રૂપિયા 8 કરોડની વચ્ચેની કુલ સંપત્તિ ધરાવે છે. તેમની પાસે કોલકાતામાં આલીશાન ફ્લેટ અને કોમર્શિયલ જગ્યાઓ છે, જેની કિંમત કરોડોમાં હોવાનો અંદાજ છે.

આ ઉપરાંત એક ફેશન ડિઝાઇનર હોવાના નાતે તેમને જ્વેલરીનો પણ શોખ છે. તેમની પાસે લાખોની કિંમતના સોના-ચાંદીના દાગીના અને કિંમતી કલેક્શન છે. તેમનો ફેશન ડિઝાઇનિંગનો બિઝનેસ અને અન્ય રોકાણો તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે.

ટૂંકમાં બંગાળનાં નવા 'લેડી પાવર' અગ્નિમિત્રા પોલ માત્ર પોતાની શૈલી માટે જ નહીં, પણ તેમના આક્રમક વલણ અને જમીની સ્તરના કાર્યકરો સાથેના જોડાણ માટે પણ જાણીતા છે. મમતા બેનર્જીના ગઢમાં ભાજપને મજબૂત કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.

વધુ જુઓ...