Sat Apr 25 2026

Logo

તમારા ખિસ્સામાં રહેલી ભારતી ચલણી નોટ વિશે આ છ વાતો જાણો છો? અત્યારે જ જાણી લો...

1 hour ago
Author: Darshana Visaria
Article Image

પૈસાએ આપણી રોજબરોજની જિંદગીનો એક મહત્ત્વનો અને અભિન્ન હિસ્સો બની ગઈ છે, પરંતુ આપણામાંથી અનેક લોક ખિસ્સામાં રહેલી આ ચલણી નોટ કેટલાક ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ વિશેની રોમાંચક વાતોથી અજાણ છીએ. આ ચલણી નોટ બનાવવા માટે કાગળ ક્યાંથી આવે છે અને આ ચલણી નોટ પર કેટલી ભાષાઓ લખવામાં આવી હોય છે વગેરે વગેરે... આજે આપણે આ સ્ટોરીમાં ચલણી નોટના છ એવા ફેક્ટ વિશે વાત કરીશું... 

ચલણી નોટનો કાગળ સામાન્ય નથી
જી હા, આઈ હકીકત છે. શું તમે જાણો છો કે ભારતીય નોટ લાકડાના માવામાંથી બનેલા કાગળમાંથી નથી બનતી? નોટો છાપવા માટે ખાસ પ્રકારના કપાસના રેશાનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણે જ તે સામાન્ય કાગળ કરતાં વધુ મજબૂત હોય છે અને વર્ષો સુધી ચલણમાં રહેવા છતાં જલ્દી ફાટતી નથી.

ગાંધીજીની તસવીરનો ઈતિહાસ
આગળ વધીએ અને વાત કરીએ કે ચલણી નોટ પર મહાત્મા ગાંધીનો ફોટો પહેલીવાર 1969માં છાપવામાં આવ્યો હતો. આ વર્ષ ગાંધીજીની 100મી જન્મજયંતિનું વર્ષ હતું. આ સમયે ગાંધીજીની 'સેવાગ્રામ આશ્રમ' ની બહાર બેઠેલો ફોટો 1, 2, 5, 10 અને 100 રૂપિયાની નોટ પર છાપવામાં આવ્યો હતો.

'રૂપિયો' નામ કોણે આપ્યું?
હવે વાત કરીએ મુદ્દાની. ભારતીય ચલણને રૂપિયો એવું નામ કોણે આપ્યું એવો સવાલ પણ તમને સતાવતો હશે. ચાલો આજે તમારા આ સવાલનો જવાબ પણ આપી જ દઈએ. ભારતીય ચલણને 'રૂપિયો' નામ શાસક શેરશાહ સૂરીએ આપ્યું હતું. તેમણે પોતાના શાસનકાળ એટલે કે 1540-1545 દરમિયાન ચાંદીનો સિક્કો બહાર પાડ્યો હતો જેને 'રૂપિયા' નામ આપવામાં આવ્યું હતું.

ભાષાઓ પર લખવામાં આવે છે 17 ભાષાઓ
ભારત એ વિવિઝતામાં એકતામાં વિશ્વાસ રાખનારો દેશ છે. જો તમે ધ્યાનથી જોયું હશે તો ભારતીય નોટ પર કુલ 17 ભાષાઓ જોવા મળે છે. નોટની આગળની બાજુ હિન્દી અને અંગ્રેજી મુખ્ય રૂપે હોય છે, જ્યારે પાછળના ભાગમાં રહેલા પેનલમાં દેશની 22 ઓફિશિયલ લેન્ગ્વેજમાંથી 15 ભાષાઓમાં નોટનું મૂલ્ય લખેલું હોય છે.

₹ ચિહ્ન પાછળની સ્ટોરી:
ભારતીય રૂપિયાનું નવું ચિહ્ન '₹' વર્ષ 2010માં આવ્યું હતું. આ ચિહ્ન આઈઆઈટી મુંબઈના ડી. ઉદય કુમાર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું અને આ ચિહ્ન દેવનાગરી લિપિના '2' અને રોમન લિપિના 'R'નું સુંદર મિશ્રણ છે, જેને 15મી જુલાઈ 2010ના રોજ સત્તાવાર મંજૂરી મળી હતી.