Sun Apr 26 2026

Logo

બેંજામીન નેતન્યાહૂ એ આપી કેન્સરને માત, પોસ્ટ મૂકીને કહ્યું હું બિલકુલ સ્વસ્થ

tel aviv   1 day ago
Author: Mumbai Samachar Team
Article Image

Evan Vucci / AP file


તેલ અવીવઃ ઈઝરાયલના વડા પ્રધાન બેંજામીન નેતન્યાહૂની તબિયતને લઈને મોટી ખબર સામે આવી છે. નેતન્યાહૂએ થોડા વર્ષો પહેલા એવું જાહેર કર્યું હતું કે, એમને કેન્સર ડિટેક્ટ થયું છે, હવે તે કેન્સરને હરાવીને ફરી સ્વસ્થ થયા છે. એ સમયે એમને પ્રોટેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું હતું. વર્ષ 2024માં તેમણે કેન્સર અંગેની જાણકારી મળી હતી. તબીબોએ એમનો ઈલાજ કર્યો હતો. હવે એમની સ્થિતિ પહેલા કરતા ઘણી સારી છે. વડા પ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલી વિગત અનુસાર નેતન્યાહૂને પ્રોટેસ્ટ કેન્સર થયું હતું. 

સર્જરીથી ટ્યુમર દૂર કરાયું
વડા પ્રધાન નેતન્યાહૂએ લખ્યું હતું કે, મેં અત્યારે બિલકુલ સ્વસ્થ છું. ડૉક્ટરે 1CM નો નાનકડું ટ્યુમર સર્જરી કરી દૂર કરી દીધું છે. હજુ સુધી આ અંગે મેં કંઈ લખ્યું ન હતુ કારણ કે, ઈરાન આના પર ફેક ન્યૂઝ ચલાવી રહ્યો હતો. રિપોર્ટ અનુસાર વર્ષ 2024માં ઈઝરાયલના વડા પ્રધાનની પ્રોટેસ્ટ સંબંધિત સર્જરી કરવામાં આવી હતી. એ સમયે એ ખ્યાલ આવ્યો ન હતો કે, આ એક કેન્સરની સર્જરી છે. નેતન્યાહૂએ પોસ્ટ કરતા લખ્યું હતું કે, મેં કેન્સરને માત આપી છે. દોઢ વર્ષ પહેલા મને આ અંગેની જાણકારી મળી હતી. આ અંગે સારવાર કરાવી હતી અને હવે રિપોર્ટ આવ્યા છે જેમાં હું બિલકુલ સ્વસ્થ છું. 

પોસ્ટ મૂકીને આપી જાણકારી
આ સાથે તેમણે એવું પણ લખ્યું કે, જ્યારે પણ મને ખબર પડે છે કે, મને કોઈ સમસ્યા છે તો એ સમયથી જ હું એના સમાધાન પાછળ લાગી જાવ છું. વડા પ્રધાન કાર્યાલયે આપેલી વિગત અનુસાર વડા પ્રધાનના કેન્સરનો ઈલાજ જેરૂસલેમની હદાસા હોસ્પિટલમાં થયો છે. બેન્જામીન નેતન્યાહૂ ઇઝરાયેલના ઇતિહાસમાં સૌથી લાંબો સમય સેવા આપનાર વડાપ્રધાન છે. તેમના શાસનકાળ દરમિયાન ઇઝરાયેલની સુરક્ષા, આર્થિક ઉદારીકરણ અને જરૂરી કરાર દ્વારા આરબ દેશો સાથેના સંબંધો સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમની રાજકીય સફર વિવાદોથી પણ ઘેરાયેલી રહી છે. 

ભ્રષ્ટાચારના આરોપો અને ન્યાયિક સુધારાના પ્રયાસોને કારણે દેશમાં તેમનો ભારે વિરોધ પણ થયો છે. વર્તમાન સમયમાં, હમાસ સાથેના યુદ્ધ અને ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાના કેન્દ્રમાં છે. તેમની કડક સુરક્ષા નીતિઓ ઇઝરાયેલના રાજકારણમાં એક નિર્ણાયક પરિબળ માનવામાં આવે છે.