Mon Apr 27 2026

Logo

કર્ણાટકના દક્ષિણ કન્નડમાં ધાર્મિક શોભાયાત્રા દરમિયાન ફૂટ બ્રિજ તૂટયો , 8 લોકો ઘાયલ

1 day ago
Author: Chandrakant Kanoja
Article Image

મૂડબિદ્રી: કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાંથી ધાર્મિક શોભાયાત્રા દરમિયાન એક અકસ્માત થયો હતો. જેમાં 8   લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત એક ધાર્મિક શોભાયાત્રા દરમિયાન સર્જાયો હતો. જેમાં લોકો  એક ફૂટ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ફૂટ બ્રિજ  પર વજન વધવાથી તે અચાનક તૂટી પડયો હતો. 

જૂનો ફૂટ બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો

આ અંગે મળતી વિગતો મુજબ શ્રી કોડામનિથાય દૈવ ની ધાર્મિક વિધિઓ દરમિયાન મૂડબિદ્રીના પુચ્ચેમોગારુમાં એક દાયકા જૂનો ફૂટ બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો.  આ ઘટના ત્યારે બની જ્યારે ભક્તો પવિત્ર ભંડાર (દૈવ ભંડારા) લઈ જઈ રહ્યા હતા. ત્યારે પુલનો બીમ તૂટી પડ્યો હતો  પાલખી પલટી ગઈ  હતી. તેમજ શોભાયાત્રામાં ભાગ લેનારાઓ નીચે પડી ગયા હતા. 

ધાયલો ખાનગી હોસ્પિટલમાં દાખલ

આ અકસ્માત ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે મૂડબિદ્રીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ અકસ્માત બાદ  સ્થાનિકો શ્રદ્ધાળુઓની મદદે આવ્યા હતા. તેમજ  પાલખી નીચે ફસાયેલા લોકોને બચાવ્યા અને રાહત કાર્ય હાથ ધર્યું હતું,