Wed Apr 29 2026

Logo

"આ લગ્ન છે કે ઓલિમ્પિક?" સોશિયલ મીડિયા પર વાઈરલ થયો અજીબોગરીબ વરમાળાનો વીડિયો, તમે પણ જોયો કે નહીં...

2 days ago
Author: Darshana Visaria
Article Image

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ રોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં લગ્નમાં વરમાળાના પ્રસંગને વર-વધુ બંને પક્ષોએ જાણે કોમ્પિટીશન બનાવી દીધો હતો. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ શું છે ખાસ વીડિયોમાં... 

તમે અવારનવાર લગ્ન પ્રસંગોમાં વર-કન્યા વચ્ચેની મજાક-મસ્તી અને હરીફાઈ એકદમ સામાન્ય બાબત છે, પરંતુ ઘણી વખત લગ્નપ્રસંગોમાં જોવા મળતી આ હસી-મજાકની પળો ટેન્શનમાં ફેરવાઈ જતી હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ વિચારશો કે આ તે લગ્ન છે કે મહાસંગ્રામ? વરમાળાની એક સાધારણ વિધિમાં બંને પક્ષો એવી આકરી હરીફાઈમાં ઉતરી પડ્યા કે જોનારા હક્કાબક્કા રહી ગયા હતા. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હાલમાં એક એવો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે જેમાં વરમાળા પહેરાવવા માટે દહીહાંડી જેવો નજારો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે વરમાળામાં વર કે કન્યાને એક વ્યક્તિ ખભા પર બેસાડે છે, પરંતુ અહીં તો એક ઉપર બીજો અને બીજા ઉપર ત્રીજો એમ માનવ સાંકળ બનાવીને વર-કન્યાને ઉંચેને ઉંચે લઈ જવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થતાં વીડિયોમાં જોવા મળે છે કે વરમાળા પહેરાવવા માટે બંને પક્ષોએ આ હરીફાઈને એટલી ગંભીરતાથી લીધી કે વરમાળા પહેરાવ્યા બાદ સંતુલન બગડતા દુલ્હા પક્ષના લોકો નીચે પણ પડી ગયા હતા. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...

આ વીડિયો પોસ્ટ કરનાર રાહુલ જાદિયાએ મજાકિયા અંદાજમાં લખ્યું હતું કે, વરમાળા પહેરાવતી વખતે વરરાજાના પાયજામાનું નાડું તૂટી ગયું હોવાની ખબર છે! સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને નેટિઝન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક યુઝર્સ આ વીડિયોને લગ્નની મોજ-મસ્તી ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને પરંપરા અને સંસ્કૃતિની મજાક ગણાવીને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.