Sun Apr 26 2026

Logo

વરુણ ધવનના બર્થડે પર ડબલ ધમાકો! મૃણાલ ઠાકુર સાથે રિલીઝ કર્યું 'WOW' સોન્ગ, તમે જોયું કે નહીં...

2 days ago
Author: Darshna Visaria
Article Image

બોલીવૂડનો ચોકલેટી બોય વરુણ ધવન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને આ અવસરે તેમણે ચાહકોને એક શાનદાર ગિફ્ટ આપી છે. વરુણે તેની આગામી ફિલ્મ 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ'નું નવું ગીત 'WOW' રિલીઝ કર્યું છે, જેમાં તેની અને મૃણાલ ઠાકુરની કેમિસ્ટ્રી અને ડાન્સ મૂવ્સે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. વરુણ ધવનની આ સ્પેશિયલ બર્થડે ગિફટ ફેન્સને ખૂબ જ પસંદ આવી છે. આવો જોઈએ આ ગીતની ખાસ ઝલક... 

બોલીવૂડ એક્ટર વરુણ ધવને પોતાના બર્થડે પર ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર પોતાની આગામી ફિલ્મ હૈ જવાની તો ઈશ્ક હોના હૈના ગીતની એક ઝલક શેર કરતાં લખ્યું હતું મારા જન્મદિવસનું ગીત છે WOW! આ ગીત માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. આ ફિલ્મ 22મી મેના 2026ના રોજ થિયેટરમાં રીલિઝ થઈ રહી છે. 

ફિલ્મનું મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો તે તેના ગીત છે. વરુણ ધવને પોતાના બર્થડે પર આ ગીતની એક ઝલલ શેર કરી છે. આ ગીત એ એક એનર્જીથી ભરપૂર ડાન્સ નંબર છે, જેને હાર્ડી સંધુ અને કિરણ બાજવાએ અવાજ આપ્યો છે. જ્યારે ગીતને મ્યુઝિક તનિષ્ક બાગચી, રોની અજનાલી અને ગિલ મચરાઈએ તૈયાર કર્યું છે.

સ્ટાર કાસ્ટની વાત કરીએ તો વરુણ અને મૃણાલની સાથે આ ગીતમાં પૂજા હેગડે પણ જોવા મળે છે. ત્રણેય કલાકારોના વિઝ્યુઅલ્સ ગીતને વધુ આકર્ષક બનાવે છે. વરુણ ધવન સ્ટારર આ ફિલ્મનું નિર્દેશન અનુભવી ફિલ્મમેકર ડેવિડ ધવન કરી રહ્યા છે, જે રોમાન્સ અને કોમેડીનું મિશ્રણ હશે. આ બાબતે ગાયક હાર્ડી સંધુએ જણાવ્યું કે આ ગીત સાંભળતા જ તેમાં એક અલગ પ્રકારની ચિંગારી અનુભવાઈ હતી, જે લોકોને ડાન્સ કરવા મજબૂર કરી દેશે. તમે પણ હજી સુધી આ ગીત ના સાંભળ્યું હોય તો સાંભળી લો અહીં...