પ્લોટ 16 -પ્રકરણ-5

યોગેશ સી પટેલ
`હેલિકૉપ્ટર દુર્ઘટના સ્થળેથી મળેલા છોકરીના શબનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે… તપાસ માટે એસઆઈટી નીમવામાં આવી, પણ હજુ તેમના હાથ ખાલી… અધિકારીઓ મીડિયા સાથે વાત કરવાનું ટાળી રહ્યા છે… એમની આ ચુપકીદી નિષ્ફળતા દર્શાવે છે…’ વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકરે ગુસ્સામાં ટીવી બંધ કરી રિમોટ સોફા પર પટક્યો.
પક્ષના અમુક કાર્યકરો જાંભુળકરને મળવા તેમના નિવાસસ્થાને આવ્યા હતા. કાર્યકરો સાથે ચર્ચા ચાલુ હતી ત્યારે ટીવી પર હેલિકૉપ્ટર દુર્ઘટનાને લગતા ન્યૂઝ આવવા લાગ્યા. અણગમતા સમાચારને કારણે જાંભુળકરનું મોં બગડ્યું.
એ… હિલતા મકાન! કહાં હૈ તું?’ જાંભુળકરે તેમના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ) પ્રસન્ન ચૌધરીને બૂમ પાડી. ચૌધરી સોફાની પાછળ થોડે દૂર ઊભો રહીને મોબાઈલ પર વાત કરતો હતો. જાંભુળકરનો અવાજ સાંભળી ચૌધરીએ સામેની વ્યક્તિનેપછી વાત કરીએ…’ કહી કૉલ કટ કર્યો.
જી… સા’બ!’ બિહારના વતની ચૌધરીનાં હિન્દી સિવાયની ભાષામાં વાતચીત કરવાનાં ફાંફાં હતાં એટલે જાંભુળકરે તેની સાથે હિન્દીમાં વાત કરવી પડતી. આ આખો દિવસ ફોન પર જ હોય છે. કોણે જાણે કોની સાથે આટલી વાતો કરે છે.’ જાંભુળકરે કાર્યકરો તરફ જોઈ કહ્યું.
ગર્લફ્રેન્ડનાં ચક્કર હશે, સાહેબ!’ એક કાર્યકરે આંખ મીંચકારતાં કહ્યું. આનાથી કઈ છોકરી પટવાની હતી?’ જાંભુળકરે કટાક્ષ કર્યો.
જોકે આ કટાક્ષ અસ્થાને નહોતો. ચૌધરીનો વાન ગોરો હતો, પણ તેના હાવભાવ સ્ત્રૈણ જેવા હતા. વાતચીત કરતી વખતે તેના હાથ-પગની હલનચલન સતત ચાલુ રહેતી. એટલે અજાણતાં જ તેનું નામ હિલતા મકાન પડી ગયું હતું. કોઈ કંઈ પણ ટિપ્પણી કરે, પરંતુ ચૌધરીના ચહેરા પર હંમેશાં હાસ્ય રહેતું, જે તેના નામ પ્રસન્નને બંધબેસતું લાગતું.
અરે, ચૌધરી… જરા ડીસીપી સે બાત કરાઓ મેરી.’ જાંભુળકરે કહ્યું:ઉનસે પૂછતે હૈ… આખીર ક્યા કર રહી હૈ પુલીસ!’
જી… સા’બ!’ કહીને ચૌધરી કૉલ કરવામાં વ્યસ્ત થઈ ગયો. વિરોધ પક્ષ ચૂપ નહીં રહે. એ લોકો વિરોધ દર્શાવવાના કોઈને કોઈ પેંતરા વિચારતા હશે!’ જાંભુળકરે કાર્યકરોને કહ્યું. સાહેબ, આવો મોકો એ લોકો નહીં છોડે!’ એક કાર્યકરે ઝુકાવ્યું.
એ તો ટાંપીને જ બેઠા હોય છે. અત્યારે બાપટ થાપટ મારવા તલપાપડ થયો હશે!’ જાંભુળકરે વિરોધી પક્ષ નેતા ગજાનન બાપટનો ઉલ્લેખ કરી ચિંતા વ્યક્ત કરી. સા’બ! ડીસીપી મીટિંગ મેં હૈ… બાદ મેં ફોન કરેંગે, ઐસા ઉનકે ઑર્ડરલીને કહા.’ ચૌધરીએ ડીસીપી સાથે સંપર્ક ન થયો એની જાણકારી હલતાં હલતાં આપી.
`ઠીક હૈ… ફોન આયે તો મુઝે બતાના.’ કહીને જાંભુળકરે વાત પૂરી કરી.
સાહેબ, પત્રકારોને બોલાવીને આપણે આ કેસને ગંભીરતાથી લઈને ઘણા ધમપછાડા કરી રહ્યા છીએ એવું દર્શાવીએ તો?’ કાર્યકરે સૂચવ્યું. આ સૂચન યોગ્ય છે… વિરોધ પક્ષને બોલવાની તક ન આપવી જોઈએ.’ બીજા કાર્યકરે સમર્થન આપ્યું:
એ લોકો ફુગ્ગો ફુલાવે એ પહેલાં એમાંથી હવા જ કાઢી લઈએ!’ હાં… હવે તો આ મામલો દબાવવા આવાં જ કંઈ ગતકડાં કરવાં પડશે.’ જાંભુળકરે બેબાકળા થતાં કહ્યું: `કોણ જાણે છોકરીનું શબ ક્યાંથી આવી ટપક્યું અને પોલીસને હાથ લાગ્યું!’
બપોરે સમય ન મળતાં છેક સાંજે પાંચ વાગ્યે ગોહિલ જમવા બેઠો હતો. ક્રાઈમ બ્રાન્ચે લૂંટના એક અન્ય કેસમાં પકડેલા આરોપીઓને સુનાવણી માટે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. તપાસ અધિકારી તરીકે ગોહિલે કોર્ટમાં જવું પડ્યું હતું અને ત્યાં જ તેને મોડું થઈ ગયું હતું.
સામાન્ય રીતે બપોરે જમવા માટે ગોહિલ ઘરે આવતો નહીં, પણ કૂપર હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો. હૉસ્પિટલે જવાનું હોવાથી તે આરે પોલીસ સ્ટેશન જવાને બદલે ઘરે આવ્યો હતો. ગોહિલને સંતાન નહોતું. પોલીસ ક્વાર્ટર્સની દયનીય હાલત જોતાં પત્ની તૃપ્તિ ત્યાં રહેવા તૈયાર નહોતી એટલે અંધેરીમાં જ ભાડાના ફ્લૅટમાં તે પત્ની સાથે રહેતો હતો.
ગોહિલ ઉતાવળે કોળિયા મોંમાં નાખતો હતો અને સામે બેસેલી તૃપ્તિ તેને પલક ઝબકાવ્યા વિના એકટશે જોઈ રહી હતી.શું છે?' ગોહિલે આખરે પૂછી લીધું.
કંઈ નહીં… મારી વાત યાદ છેને?’ તૃપ્તિએ જાણીજોઈને થોડા મોટા અવાજે પૂછ્યું.
કઈ વાત?’ લો… કઈ વાત! ભૂલી ગયાને?’
સીધેસીધું બોલી દેને… શું કહેવા માગે છે?’ હવે ગોહિલની ધીરજ ખૂટી. જન્મદિને ફરવા લઈ જવાની વાત!’ વધુ સતાવ્યા વિના તૃપ્તિએ પણ કહી દીધું.
કોળિયો પકડેલો ગોહિલનો હાથ ક્ષણેક માટે જાણે જકડાઈ ગયો.
તૂતી ડાર્લિંગ… મને યાદ છે.’ ગોહિલ વિનવણીના સૂરમાં બોલવા લાગ્યો:હમણાં એક મોટા અને સંવેદનશીલ કેસમાં અટવાયો છું… એટલે ધ્યાન બહાર રહી ગયું. હું સમય કાઢું છું… આપણે જઈશું!’
તૃપ્તિ કંઈ બોલે એ પહેલાં કોન્સ્ટેબલ નામદેવ દળવીનો ફોન આવ્યો એટલે દંપતી વચ્ચેની મીઠી તકરાર અધૂરી રહી ગઈ.
બોલ… દળવી!’ સર, એ મહિલાનું નામ હરલીન જુનેજા છે… મીરા રોડમાં રહેતી હતી.’
આરેના જંગલમાં ફરી કાર અકસ્માતની ઘટના બની હતી અને કારમાં મહિલાની લાશ હતી. કાર મહિલા ડ્રાઈવ કરતી હતી.
સવારે આ ઘટનાની જાણ દળવીએ કરી ત્યારે ગોહિલને કોર્ટ જવાનું હતું. આરે પોલીસ તપાસમાં લાગી હોવાથી તેણે ઘટનાસ્થળે જવાનું ટાળ્યું હતું અને માત્ર ઘટનાની માહિતી આપવાનું દળવીને કહ્યું હતું.
`પવઈ નજીકની મલ્ટિનૅશનલ કંપનીની અધિકારી હતી હરલીન… રોજ આરેના માર્ગે જ ગોરેગામ હાઈવે પહોંચીને ઘરે જતી.’
દળવીએ જાણકારી આપવાનું ચાલુ રાખ્યું: …પણ કાલે રાતે તેને ઑફિસમાં મોડું થઈ ગયું હતું.’ કેટલા વાગ્યે ઘટના બની હશે?’ ગોહિલે પૂછ્યું.
`સર… પવઈ તરફના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ જોતાં કાર મધરાતે દોઢ વાગ્યે આરેના માર્ગ પર પ્રવેશતી નજરે પડે છે, પણ સર, મહત્ત્વની વાત એ છે કે…’
દળવી બોલતાં અટકી ગયો એટલે ગોહિલે પૂછ્યું: શું છે મહત્ત્વની વાત?'
સર… આ ઘટના પણ યુનિટ સોળ પાસે બની છે!’ આ વાત સાંભળીને ગોહિલને પણ આશ્ચર્ય થયું.
મોબાઈલ પરથી કોઈ માહિતી? તેના પરિવારજનોનું શું કહેવું છે?’ ગોહિલે પ્રશ્નો કર્યા. ચ્યા માયલા… તે મી વિસરલોચ! એ બધી વિગતો હજુ મેં કામતસાહેબ પાસેથી લીધી નથી!’ દળવી અસ્સલ મિજાજમાં બોલ્યો.
કામત કરે છે આ કેસની તપાસ?’ હાં… સર!’
ઠીક છે… હું એની સાથે વાત કરી લઈશ.’ કહીને ગોહિલે કહ્યું:આજે હું ત્યાં નથી આવવાનો… કદમ સાથે કૂપર જઈ રહ્યો છું.’
`ઓકે.’ કહીને દળવીએ કૉલ કટ કર્યો.
ઈન્સ્પેક્ટર રવિ કદમ સમય કરતાં વહેલો કૂપર હૉસ્પિટલમાં પહોંચી ગયો હતો. પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટરને મળવાને બદલે તેણે હૉસ્પિટલની બિલ્ડિંગ પાસે ઊભા રહી ગોહિલની રાહ જોવાનું મુનાસિબ માન્યું.
વીસેક મિનિટ પછી ગોહિલની બાઈક હૉસ્પિટલના મેઈન ગેટથી કમ્પાઉન્ડમાં આવતી નજરે પડી એટલે કદમ એટેન્શનમાં આવી ગયો. બાઈક પાર્ક કરીને ગોહિલ કદમ તરફ આગળ વધ્યો.
સૉરી… મને થોડું મોડું થઈ ગયું!’ ગોહિલે અમસ્તા વિવેક દાખવ્યો. નો… નો… સર! હું જ વહેલો આવી ગયો હતો!’ કદમે પણ સામે વિવેક બતાવ્યો.
ચાલ… ડૉક્ટરની ટીમ નીકળી જાય તે પહેલાં આપણે મળી લઈએ.’ ગોહિલે ઉમેર્યું:ડૉક્ટરનું કહેવું છે કે જરૂરી માહિતી આપવી છે!’
વાત કરતાં કરતાં બન્ને ડૉક્ટરની કૅબિનમાં પહોંચ્યા. કૅબિનમાં પોસ્ટમોર્ટમ કરનારી ટીમ હાજર હતી. ટીમના વડા ડૉ. ભાવિક માજીવડેએ બેસવાનો ઇશારો કરતાં ગોહિલ અને કદમ ખુરશીમાં ગોઠવાયા.
બોલો, ડૉક્ટરસાહેબ… કઈ મહત્ત્વની માહિતી હતી, જેના માટે તમે અમને અહીં બોલાવ્યા?’ ગોહિલે વાતની શરૂઆત કરી. ઑફિસર, છોકરીનું શબ પખવાડિયા જૂનું હોવાથી તેના ડિટેઈલ પોસ્ટમોર્ટમનો અભિપ્રાય અમે આપ્યો હતો. આમાં ફોરેન્સિક એક્સપર્ટની પણ મદદ લેવાઈ રહી છે.’ ડૉ. માજીવડે બોલી રહ્યા હતા.
તમને વિગતવાર પોસ્ટમોર્ટમનો રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટ સાથે આપવામાં આવશે, પણ…’ ડૉ. માજીવડે થોડું અટક્યા એટલે ઈન્સ્પેક્ટર કદમે પૂછ્યું:…પણ શું ડૉક્ટરસાહેબ?’
…પણ એમાં સમય લાગી શકે અને તમારી તપાસ કારણ વગર અટવાયા કરે.’ ડૉ. માજીવડેએ કહ્યું:એટલે એ મળેલી બૉડીની ઈમ્પોર્ટન્ટ વાત કહેવા તમને બોલાવ્યા છે.’
ગોહિલ અને કદમ ડૉક્ટરની વાત ધ્યાનથી સાંભળતા હતા.
છોકરીની ઉંમર સોળથી અઢાર વર્ષની હશે. પખવાડિયા પહેલાં મરી હોવાથી તેનું શબ કોહવાવા લાગ્યું છે. અને…’ ડૉ. માજીવડેની ટીમના એક ડૉક્ટરે કહ્યું:તેના પર રૅપ થયાની શક્યતા વિશે તમે પૂછ્યું હતુંને?… તો છોકરી સાથે એવું કંઈ નથી થયું.’
યસ… છોકરી સાથે રૅપ નથી થયો અને તે સેક્સ્યુઅલી ઍક્ટિવ પણ નહોતી.’ બીજા ડૉક્ટરે અભિપ્રાય આપ્યો. એટલે છોકરીનો કોઈ બૉયફ્રેન્ડ હોય તેવું લાગતું નથી. તમે આ કેસમાં એવા કોઈ મુદ્દા પર વિચારતા હો તો એનો છેદ ઉડાડી દો… આ તો કંઈ અલગ જ કારસ્તાન જણાય છે!’ ડૉક્ટરે અનુસંધાન સાધ્યું.
અમે એવા તર્ક પર આવ્યા છીએ કે છોકરીનું મૃત્યુ કુદરતી નહીં હોય… ઑફિસર, તેની હત્યા થઈ હશે!’ ડૉ. માજીવડેએ આપેલી માહિતીથી ગોહિલ અને કદમ ચોંક્યા. એથી આંચકાજનક વાત એટલે છોકરીનું હાર્ટ… હૃદય ગુમ છે!’
`વ્હૉટ?!’ (ક્રમશ:)
આ પણ વાંચો…પ્લોટ-16 -પ્રકરણ-4