પ્લૉટ-16 – પ્રકરણ-29 : જંગલની જંજાળમાં કેવી રીતે ફસાયા?

યોગેશ સી. પટેલ
`એ છોકરીનું આખું જીવન દુ:ખોથી ભરેલું હતું, એવું પડોશીઓનું કહેવું છે… અને બિચારીનું મૃત્યુ પણ પીડાજનક રહ્યું હશે!’
બોલતી વખતે સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગરના અવાજમાં વેદના છલકાતી હતી: `ગરીબ પરિવારની હતી અંજુ. જોગેશ્વરીના ઘરમાં એકલી રહેતી હતી.’
બંડગરની વાત પરથી ગોહિલ સમજી ગયો કે એ યુવતીનું નામ અંજુ હતું. અંજુનું શબ જમીનમાંથી કાઢવામાં આવ્યું હતું. શબ કોહવાયું ન હોવાથી તેનો ચહેરો સાબૂત હતો, જેને આધારે તેની ઓળખ થઈ હતી. મહિલા કોન્સ્ટેબલ સાથે બંડગર અંજુના ઘરે પહોંચ્યો હતો અને પડોશીઓ પાસેથી તેની વિગતો જાણી લાવ્યો હતો.
એકલી રહેતી હતી એટલે?’ ગોહિલે પ્રશ્ન કર્યો.
મા-બાપનું એકમાત્ર સંતાન હતું અને ગરીબીથી કંટાળીને તેના પિતાએ આપઘાત કર્યો હતો!’
બંડગરે વિગતો આપવાનું ચાલુ રાખ્યું: `પતિના વિયોગમાં અંજુની માતાની માનસિક સ્થિતિ બગડી. ધીરે ધીરે એવા સ્ટેજ પર આવી કે તેને પાગલખાનામાં લઈ જવી પડી.’
ઓહ!'
હાં… સર. થાણેની મેન્ટલ હૉસ્પિટલમાં એની સારવાર ચાલે છે!’ બંડગરે કહ્યું.
`…તો પછી અંજુ ગુમ થયાની કોઈએ નોંધ પણ લીધી નહીં હોય?’ શિંદેને પ્રશ્ન થયો.
`ના… એના પડોશીઓ સારા છે. એ લોકો જ અંજુનું ધ્યાન રાખતા હતા. અચાનક તે ગુમ થઈ તો પડોશીએ જ જોગેશ્વરી પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી!’
ત્યાંની પોલીસે કોઈ તપાસ કરી? તેમને અંજુ વિશે કંઈ હાથ લાગ્યું હતું?’ ગોહિલે પૂછ્યું.
એક્ચ્યુઅલી સર… ગુમ થયાની ફરિયાદ ત્રણ દિવસ પહેલાં જ નોંધાવાઈ હતી.’ બંડગરે કહ્યું.
કેમ?’
પહેલાં બે દિવસ તો પડોશીઓને થયું, કોઈ કામ અર્થે તે બહાર ગઈ હશે, પણ તેનો મોબાઈલ સ્વિચ ઑફ્ફ આવતો હોવાથી શંકા જવા લાગી.’
આખરે આપસમાં ચર્ચા કરીને પડોશીઓ પોલીસ સ્ટેશને ગયા!’ બંડગરે વાત પૂરી કરતાં કહ્યું.
તેના મોબાઈલનો કૉલ રેકોર્ડ પણ નથી કઢાવ્યો… એટલે કે લાસ્ટ લૉકેશન?’ શિંદેએ પૂછ્યું.
હું ત્યાંના ઑફિસરને મળી આવ્યો… કૉલ ડિટેઈલ મગાવી છે, પણ હજુ આવી નથી.’
તો એને જોગેશ્વરીમાં મારીને અહીં દાટી હશે?’ ગોહિલને પ્રશ્ન થયો.
ના. મને લાગે છે કે એને જંગલમાં જ મારી હશે!’ બંડગરે અનુમાન લગાવ્યું.
એવું શેના પરથી લાગે છે?’ ગોહિલનો પ્રશ્ન.
`સર… એ આરેમાં યોજાતા મેડિકલ કૅમ્પમાં પણ સેવા આપતી!’
ગોહિલ આશ્ચર્યથી બંડગર સામું જોઈ રહ્યો. બંડગરે જે કહ્યું તેનાથી ગોહિલ તાણાવાણા જોડવા લાગ્યો.આદિવાસીઓની
કૃપાળુ’ એટલે કે ડૉ. વિશ્વાસ ભંડારીની સેક્રેટરી કૃપા ગોડબોલે અંજુની બહેનપણી હતી. કૃપા સમયાંતરે અંજુના ઘરે જતી અને એના કહેવાથી જ અંજુ મેડિકલ કૅમ્પમાં પણ જતી!’
કામણગારી કાયાની માલકણ આકૃતિ બંગારા કૅબિનમાં આવીને ઊભી હતી, પણ ડૉ. વિશ્વાસ ભંડારીએ તેની કોઈ નોંધ ન લીધી. આવું તો આજ સુધી ક્યારેય થયું નહોતું. ડૉક્ટરના બદલાયેલા વર્તનથી આકૃતિને આશ્ચર્ય થયું.
`સર… ક્યાં ખોવાયા છો?’ માદક અવાજે આકૃતિએ ધ્યાન ખેંચવા ડૉક્ટરને કહ્યું, પણ તે મોબાઈલમાં માથું મારીને બેઠા હતા. આકૃતિ જ્યારે પણ સામે આવતી ડૉ. ભંડારી લટુડાપટુડા કરવા માંડતા. તેની નજીક જવાની એકેય ક્ષણ ડૉક્ટર ચૂકતા નહીં, પણ અત્યારે ડૉ. ભંડારી કંઈ અલગ જ જણાતા હતા.
શું થયું… કઈ ચિંતામાં છો?’ આકૃતિએ પાછું પૂછ્યું.
કંઈ નહીં. આ જંગલની જંજાળમાં ફસાયો છું… એટલે વિચાર કરી રહ્યો છું!’ ડૉ. ભંડારીએ હવે મોં ખોલ્યું.
ચિંતા શેની? પોલીસ માગે તે માહિતી આપી દેવાની!’ આકૃતિએ નિર્દોષ ભાવે કહ્યું.
એટલું સરળ નથી હોતું. પોલીસ ફરી ફરીને ઊલટાસૂલટા પ્રશ્નો કરતી હોય છે.’
પણ તમે કંઈ કર્યું ન હોય તો ડરવાનું શા માટે?’ આકૃતિની વાતથી ડૉ. ભંડારી તેને તાકી રહ્યા.
ચા મગાવું… ટેન્શન ઓછું થઈ જશે!’ આકૃતિએ પૂછ્યું, પણ તે જ સમયે કૃપા ગોડબોલે આવી પહોંચી. કાચના દરવાજે ટકોરા મારી તે કૅબિનમાં પ્રવેશી.
`કેમ છે, કૃપા?’ આકૃતિએ હસીને આવકાર આપ્યો.
મજામાં. તમે?’ કૃપાએ પરાણે હાસ્ય સાથે જવાબ આપ્યો, પણ કોઈ વાતને લઈ ટેન્શનમાં હોવાનું તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું, જે ડૉ. ભંડારીએ પણ નોંધ્યું.
શું થયું બોલ… તને અર્જન્ટ કામ હતુંને?’ ડૉ. ભંડારી સીધા મુદ્દા પર આવ્યા.
વાત શરૂ કરતાં પૂર્વે કૃપાએ આકૃતિ તરફ જોયું એટલે ડૉ. ભંડારી સમજી ગયા. ડૉ. ભંડારીએ ઇશારો કરતાં આકૃતિ કૅબિન બહાર ગઈ.
હવે બોલીશ… કેમ આટલા ટેન્શનનો બોજ માથે લઈને ફરે છે?’ ડૉ. ભંડારીએ ફરી પૂછ્યું. પોલીસને કારણે…’
`એ લોકોએ તો મને પોલીસ સ્ટેશને બોલાવ્યો છે… અને ટેન્શન તને છે?’ આમ તો ડૉ. ભંડારી પણ ચિંતામાં હતા, પણ ખુશ હોવાનો ડોળ કરતા હતા.
`તમારી વાતને લઈ ચિંતા નથી… પોલીસને અંજુની બધી માહિતી મળી ગઈ છે અને અધિકારીઓ તેના ઘર સુધી પહોંચી ગયા છે!’ કૃપાએ ચિંતાનું ખરું કારણ કહ્યું.
તો શું થયું?'
એ મારી બહેનપણી હતી એની જાણ થશે તો પોલીસ મને આ કેસમાં ફસાવી દેશે!’
એમ કંઈ કોઈને પણ ફસાવી દેવું સહેલું નથી. તું નાહક ચિંતા કરે છે.’ ડૉ. ભંડારીએ આશ્વાસન આપ્યું.
અંજુની લાશ મળી ત્યારે તારે સામે ચાલીને પોલીસને મદદ કરવી જોઈતી હતી. ઠીક છે હવે…’
શ્વાસ લેવા રોકાયા પછી ડૉ. ભંડારી બોલ્યા: અને પોલીસ કંઈ પૂછે તો કઈ વાત કેટલા પ્રમાણમાં અને કઈ રીતે કહેવાની એ તો તું જાણે જ છે.’ …પણ મારી વાત પર પોલીસને ભરોસો થશે? મને એય ખબર નહોતી કે અંજુની લાશ જંગલમાં દટાયેલી છે!’
`તારે એ જ તો પોલીસને કહેવાનું છે.’
`હા, પણ એ લોકો તો એમ જ કહેશે કે મેં જ તેને ત્યાં દાટી હતી!’ કહીને કૃપા ફરી ચિંતામાં પડી.
સબ-ઈન્સ્પેક્ટર બંડગરે કૃપા ગોડબોલે અને અંજુ વચ્ચેની મિત્રતાની મહત્ત્વની જાણકારી આપી પછી ગોહિલ જમીનમાંથી શબ મળવાના કેસ સાથેનું તેમનું કનેક્શન ગોઠવી રહ્યો હતો. બન્ને ડૉક્ટર… ભંડારી અને મંદિરાની સાથે કૃપાના ગળે પણ પૂછપરછનો ગાળિયો ભેરવવો પડશે, એવું તે વિચારી રહ્યો હતો ત્યારે આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સુધીર સાવંત કૅબિનમાં પ્રવેશ્યો.
`બોલ… સાવંત.’
`સર, હમણાં ડૉક્ટર સાથે વાત થઈ… પેલો નીલ સત્રા હવે ઘણો સ્વસ્થ છે અને આપણી સાથે વાત કરવાની સ્થિતિમાં છે.’ સાવંતે કહ્યું.
ગોરેગામમાં રહેતો નીલ સત્રા પત્ની ભૂમિકાને સાયનમાં તેના પિયરે મૂકી કારમાં પાછો ફરી રહ્યો હતો. ઘરે પહોંચવાની ઉતાવળમાં તેણે આરે કોલોનીના માર્ગે જવાનું નક્કી કર્યું હતું. આરેના મુખ્ય માર્ગ પરથી પસાર થતી વખતે યુનિટ-16 પાસે ભૂતડી દેખાતાં એટલો ડરી ગયો કે તેને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. જોકે આવી ઘટનાઓમાં જીવિત બચેલો તે એકમાત્ર વાહનચાલક હતો.
`તેને આજે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપી દેશે.’ સાવંતે વાત આગળ વધારી.
`આપણે માત્ર વાતચીત નથી કરવી, એને યુનિટ સોળમાં લઈ જવો છે!’ યુનિટ-16 પાસે એવું તે શું છે કે વાહન ચલાવનારા ડ્રાઈવરોને હાર્ટ અટેક આવે છે એ ગોહિલને જાણવું હતું.
`ત્યાં આવવા એ તૈયાર થશે? હજુ તેના મનમાં ડર ભરાયેલો છે.’ શંકાને પગલે સાવંતે પૂછ્યું.
`એને મનાવવો પડશે, કારણ કે આપણે રાઉન્ડ માર્યો ત્યારે કંઈ ન મળ્યું… કદાચ સત્રા યોગ્ય સ્થળે આપણને લઈ જાય તો ભૂતની અસલિયત જાણી શકાશે!’ ગોહિલ વિચાર કરીને બોલતો હતો.
અમુક સમયે અમુક લોકોને જ કેમ ભૂત દેખાય છે?’ ગોહિલનો પ્રશ્ન નિરર્થક નહોતો. સર… જંગલના રહેવાસીઓ કહે છે કે અમુક રાશિના લોકોને ચોક્કસ ચોઘડિયાંમાં ભૂત દેખાય છે!’ સાવંતે ધીમા અવાજે કહ્યું.
ના… સાવંત. જંગલમાં કંઈક તો છે, જે આ બધી ઘટનાઓને સાંકળે છે અને હજુ આપણી નજરમાં નથી આવ્યું.’ ગોહિલે કહ્યું:આમ માણસો ગુમ થાય… એમનાં શબ જમીનમાં દાટેલાં મળે… હાર્ટ અટેક અને ડ્રગ્સ… કોઈ તો કડી હોવી જ જોઈએ!’
ડૉક્ટર ભાવિક માજીવડેએ પણ તો સુનિયોજિત ષડ્યંત્ર તરફ ઇશારો કર્યો હતો!’ ગોહિલ સાવંત તરફ જોવા લાગ્યો:પણ એ ષડ્યંત્ર છે શું અને કોણ એનો સૂત્રધાર છે એ સમજાતું નથી!’
`સર… એક વાત કહું, તમે માણસો ગુમ થવાની વાત કરી એટલે યાદ આવ્યું…’
સાવંત શબ્દો ગોઠવીને બોલતો હતો: પેલા બન્ને ગાંડાની પણ કોઈ ભાળ મળતી નથી!’
એટલે?’
`તમે જૉની-બૉની પર નજર રાખીને તેની માહિતી કઢાવવા કહ્યું હતુંને?’
હા… તેનું શું?’
સર… એ બન્ને ક્યાંથી આવ્યા છે અને તેમના આ નામ સાચાં છે કે નહીં… એની કોઈ જ ખાતરી મળતી નથી!’ સાવંત ધીમા સાદે બોલતો હતો.
`આ શિંદેને પૂછી જુઓ… અમે આસપાસનાં યુનિટોમાં તપાસ કરી, પણ કોઈને જ તેમના વિશે જાણકારી નથી!’
જૉની-બૉનીની માહિતી કઢાવવાનું અને તેમની હિલચાલ પર નજર રાખવાનું કામ ગોહિલે શિંદે અને સાવંતને સોંપ્યું હતું.
પણ આમ એકાએક બન્ને ક્યાં જતા રહ્યા? તેમનું કોઈ તો પગેરું હશે? તમે કેમ તેમના પર નજર ન રાખી શક્યા?’
સર… અમારો અંદાજો છે કે રાતના સમયે બન્ને જંગલમાંથી છૂ થઈ ગયા હશે અને તેની કોઈને જાણ નહીં થઈ હોય!’
કોઈને જાણકારી નથી કે આપવા રાજી નથી? રહેવાસીઓને કંઈ તો ખબર હશે જ!’ ગોહિલે પ્રશ્ન કર્યો. સર, જ્યારથી આપણી તપાસે વેગ પકડ્યો છે… એ બન્ને ભગવાન જાણે ક્યાં ગાયબ થઈ ગયા!’ ક્યારના ચૂપચાપ બેસેલા શિંદેએ કહ્યું.
`એ ક્યાંય પણ ગયા હોય, મને બન્ને જોઈએ. તેમની પાછળ શિકારી કૂતરાની જેમ લાગી જાઓ. બને એટલા વહેલા બન્ને મારી સામે હોવા જોઈએ!’
થોડું વિચારી ગોહિલે અનુમાન લગાવ્યું: `બન્ને આપમેળે ગાયબ થયા છે કે તેમને પણ મારીને જંગલમાં દાટી દેવાયા છે?’ (ક્રમશ:)