પ્લોટ 16 -પ્રકરણ-7: લલચામણા લાવણ્યની ‘આકૃતિ’ સામે હોય ત્યારે…
નવલકથા

પ્લોટ 16 -પ્રકરણ-7: લલચામણા લાવણ્યની ‘આકૃતિ’ સામે હોય ત્યારે…

પ્લોટ 16 - પ્રકરણ-7

યોગેશ સી. પટેલ

ડૉરબેલ વાગી એટલે ડૉ. વિશ્વાસ ભંડારી ઝાટકા સાથે સોફામાંથી ઊભા થયા અને ચીલઝડપે દરવાજા પાસે પહોંચ્યા. જાણે લાંબા સમયથી તે આ ક્ષણની રાહ જોતા હતા. બીજી વાર ડૉરબેલ વાગે તે પહેલાં તો ડૉ. ભંડારીએ દરવાજો ખોલી નાખ્યો. સામે તેમના ટ્રસ્ટ અને હૉસ્પિટલમાં કામ કરતી આકૃતિ બંગારા ફાઈલ લઈને ઊભી હતી.

32 વર્ષની આકૃતિ શ્યામવર્ણી, પણ લાવણ્યમયી દેખાતી. મીન સરીખાં નયનો, જેને હંમેશાં આઈલાઈનરના શેડથી આકર્ષક ઓપ આપતી… પાંચેક ફૂટની હાઈટ, પણ હિલવાળાં સૅન્ડલ પહેરવાને કારણે ખાસ્સી ઊંચી દેખાતી. પતિ દારૂ-જુગારનો આદિ. આવક નજીવી હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતું. પરિણામે નાછૂટકે આકૃતિએ નોકરી કરવી પડી.

ડૉ. ભંડારી વાતવાતમાં છૂટછાટ લેતા તેનો અંદેશો આકૃતિને બે-ત્રણ મુલાકાતમાં જ આવી ગયો હતો. ડૉક્ટરની કામુક નજરને તે પારખી ગઈ હતી, પણ આર્થિક જરૂરિયાત અને કદાચ નપાણિયા પતિને કારણે શારીરિક જરૂરિયાતને વશ તે ડૉક્ટરના અટકચાળા સહન કરતી. પછી તો તેણે ડૉક્ટરની આ નબળાઈનો લાભ ઉઠાવવાનું નક્કી કર્યું. આકૃતિના સહકારથી ખુશ ડૉક્ટર કીમતી ભેટ-સોગાત અને નાણાંની મદદ કરી તેને આકર્ષવાનો પ્રયાસ કરતા.

સર, તમે દરવાજો ખોલ્યો?’ આકૃતિને આશ્ચર્ય થયું. અગાઉ જેટલી વાર આકૃતિને કામસર ડૉ. ભંડારીના ઘરે જવાનું બન્યું હતું ત્યારે ડૉક્ટરનો પરિવાર ઘરે જ હતો.આજે ઘરમાં કોઈ નથી એટલે મેં દરવાજો ખોલ્યો.’ કહીને ડૉક્ટરે આકૃતિને ઘરમાં આવકાર આપ્યો. ખરેખર તો આ તકનો લાભ લેવા જ તેમણે ફાઈલને બહાને આકૃતિને ઘરે બોલાવી હતી.

હંમેશ મુજબ આકૃતિ સાડીમાં હતી. આજે તેણે પિન્ક કલરની સાડી પર બૅબી પિન્ક બ્લાઉઝ પહેર્યું હતું. ગરમીને કારણે બ્લાઉઝ ભીનું થઈ ગયું હતું. કપાળ પરથી પાણીનો રેલો ગાલ પર ઊતરી આવ્યો હતો. બ્લાઉઝની નીચેની ખુલ્લી કમર પરસેવાને કારણે ચમકીલી દેખાતી હતી. એમાં ઊંડી નાભિ… કોઈ પણ પુરુષ ડૂબી જવા લલચાય એવી! બ્લાઉઝનું કાપડ એટલું પાતળું હતું કે પસીનાની ભીનાશને કારણે એમાંથી દેખાતા આંતરવસ્ત્રની આછી ઝલક જોઈ ડૉ. ભંડારીની ઊર્મિઓ ઉછાળા મારવાની તૈયારીમાં હતી.

રિક્ષામાં આવેલી આકૃતિને પરસેવે રેબઝેબ જોઈ ડૉ. ભંડારીએ અનુમાન લગાવ્યું કે ગરમીનો પારો ખાસ્સો તપ્યો હશે. બહાર સખત ગરમી છે લાગે?’ આકૃતિની પીઠ પાછળ ભીના બ્લાઉઝ પર હાથ મૂકતાં ડૉક્ટરે કહ્યું:એસી ચાલુ છે… પહેલાં શાંતિથી બેસ!’

પીઠ પાછળ ડૉક્ટરનાં આંગળાંની હરકતો આકૃતિ અનુભવતી હતી. તેણે શરીરમાં હળવી ઝણઝણાટી અનુભવી, પણ ડૉક્ટરને તેની જાણ થવા ન દીધી.

`કેમ… ઘરમાં કોઈ નથી?’ આકૃતિએ માત્ર પૂછવા ખાતર પૂછ્યું, પણ તે સમજી ગઈ હતી કે આજે ડૉક્ટર સાહેબે તેમની ઇચ્છાપૂર્તિની પૂરી તૈયારી કરી લીધી છે.

`પત્નીની બહેનપણીના કોઈ સગાનાં લગ્ન છે એટલે સંતાનોને લઈ તે નવી મુંબઈ ગઈ છે અને નોકરાણી અત્યારે જ ઘરનું કામ પતાવીને ગઈ. હવે સાંજે આવશે.’ ડૉક્ટરને ઉતાવળ હોય તેમ એકશ્વાસે બધી માહિતી આપી દીધી.

`સર… તમે મગાવેલી ફાઈલ.’ આકૃતિએ ઊભા રહીને જ ફાઈલ ડૉક્ટર સામે લંબાવતાં કહ્યું.

બોલતી વખતે આકૃતિના લયમાં હલતા હોઠોને ટીકી ટીકીને જોતા ડૉક્ટરે ફાઈલ હાથમાં લીધી. આંખમાં એક્સરે મશીન લાગ્યું હોય અને વસ્ત્રોની આરપારનું દૃશ્ય જોઈ શકાતું હોય તેમ ડૉક્ટરની નજર આકૃતિના આખા શરીરને સ્કૅન કરી રહી હતી.

`સુડોળ કાયાની માલકીન… શરીરના એકેએક અંગ માપસર બનાવીને ગોઠવ્યા હોવાનું લાગે… કોઈ મૂર્તિકાર પણ કદાચ આટલી સરૂપ મૂર્તિનું સર્જન નહીં કરી શકતો હોય… સાડીમાં આટલી કામણગારી લાગે છે તો સાડી ઉતારે તો…’

`સર… હું જાઉં?’ આકૃતિના પ્રશ્નથી ડૉક્ટર સપનામાંથી ઝબકીને જાણે વાસ્તવિકતામાં આવ્યા.

`ઉતાવળ શી છે? બેસ થોડી વાર…’ ડૉક્ટરે રોકવાનો પ્રયાસ કરી બન્ને હાથે તેના ખભા પકડ્યા. ડૉક્ટરના હાથનું જોર વધ્યું એટલે આકૃતિની આંખો એક ક્ષણ માટે બંધ થઈને ખૂલી અને શ્વાસોશ્વાસ વધ્યા.

`આઈ થિંક… મને ફમ્ફર્ટેબલ નથી લાગતું, સર!’ આકૃતિ અનિચ્છાનો ઢોંગ કરતી હોવાનું ડૉક્ટર સમજી ગયા. ખભે હાથ મૂકીને વાતોમાં જકડી ડૉક્ટર આકૃતિને બેડરૂમ તરફ દોરી ગયા અને આકૃતિએ પણ કોઈ પ્રકારની આનાકાની ન કરી.

`ઘરમાં આપણા બન્ને સિવાય કોઈ નથી… તો આ મૂંઝવણ… ગભરામણ કઈ વાતની?’

ડૉક્ટર ભંડારીએ શબ્દોમાં માદકતા ઉમેરવાનો પ્રયાસ કરી આકૃતિને ધીરે ધીરે પોતાની તરફ ખેંચી એટલે આકૃતિના શ્વાસોશ્વાસની ગતિ તેજ બની.

ડૉક્ટર હવે આગળ વધવા માગતા હતા. તેમણે આકૃતિનું લલાટ ચૂમ્યું. આકૃતિ પણ આખો મીંચીને આ સુંવાળો અનુભવ લેતી રહી. હવે બન્ને એટલાં નજીક હતાં કે તેમના ગરમ શ્વાસ એકબીજાને અથડાતા હતા, જેમાંથી કામેચ્છાની જ્વાળા ન ભડકે તો જ નવાઈ.

`તારો પતિ મૂરખ છે… આકૃતિ, જે શરાબ અને જુગારમાં સુખ શોધે છે. મારી નજરે એક વાર તને ધ્યાનથી જુએ તો ખબર પડે કે તારામાં કેટલો રસ સમાયેલો છે…’

ડૉક્ટરની વાતો આકૃતિને ભાન ભુલાવી રહી હતી. તે કંઈ સમજવા કે બોલવાની સ્થિતિમાં નહોતી… માત્ર ચરમ કક્ષાએ પહોંચવા બેબાકળી બની હતી.

ડૉક્ટરના હાથ આકૃતિના ખભાથી સરકીને પીઠ પાછળ ગયા. આકૃતિને બાહુપાશમાં સમાવવા ડૉક્ટરે બળપૂર્વક બાથ ભીડી. બ્લાઉઝનું હૂક પીઠમાં ખૂંપ્યું એટલે આકૃતિના મોંમાંથી શબ્દ સરી પડ્યો: `આઉચ…’

ડૉક્ટરના હાથ આકૃતિના કમર પર પહોંચ્યા. લીસી કમર પર ડૉક્ટરના હાથ ફરી રહ્યા હતા ત્યારે અનેક સાપોલિયાં સળવળી ઊઠ્યાં હોય તેવી અનુભૂતિ આકૃતિનું રોમેરોમ કરી રહ્યું હતું.

ધીરે ધીરે ડૉક્ટરનો હાથ આકૃતિની કમરની નીચેના ભાગમાં સરક્યો. એનાં અંગોના મરોડની અનુભૂતિથી ડૉક્ટરના શરીરનાં રૂવેરૂવાં ખડાં થઈ ગયાં અને શરીરના સંવેદનશીલ ભાગોમાં ડૉક્ટરના સ્પર્શથી આકૃતિએ તેમને પોતાની વધુ નજીક ખેંચી લીધા. જાણે બન્ને એકબીજામાં સમાઈ જવા આતુર હતાં!

ડૉક્ટરનો એક હાથ આકૃતિનાં અંગોઅંગ પર ફરી રહ્યો હતો ત્યારે બીજો હાથ સાડીનો પાલવ સરકાવવા મથી રહ્યો હતો. આતુરતાનો અંત આણવા માગતી હોય તેમ આકૃતિએ જ બ્લાઉઝ સાથે પિનઅપ કરેલી સાડીનો પાલવ ખોલવામાં મદદ કરી… પછી તો એક પછી એક વસ્ત્રો એના શરીરથી સરકીને જમીન પર ફેલાવા લાગ્યાં… અને આકૃતિ પૂરેપૂરી ડૉક્ટરને સમર્પિત થઈ ગઈ…


`શું વિચારો છો, ડૉક્ટર?’

ડૉ. કુશલ સહાણે તેમના મિત્ર ડૉ. સંયમ ઈમાનદારને મળવા આવ્યા હતા. દક્ષિણ મુંબઈમાં ગિરગામ ચોપાટી નજીક ક્લિનિક ધરાવતા જાણીતા હાર્ટ સ્પેશિયલિસ્ટ ડૉ. સહાણે દાદરમાં આવેલી ડૉ. ઈમાનદારની હૉસ્પિટલમાં પણ પ્રેક્ટિસ કરતા. અત્યારે બન્ને જણ ડૉ. ઈમાનદારની હૉસ્પિટલમાંની કૅબિનમાં બેઠા હતા.

દરવાજે ટકોરા મારી પ્યૂન ચાના બે કપ મૂકી ગયો છતાં ડૉ. ઈમાનદારે તેની તરફ ન જોયું. ખુરશી પર આરામથી બેસીને તે કમ્પ્યુટર તરફ જોતા હતા, પણ કોઈ બીજા જ વિચારમાં હોવાનું ડૉ. સહાણેને લાગ્યું. થોડી પળ રાહ જોયા પછી આખરે ડૉ. સહાણેએ તેમને વિચારોમાંથી જગાડ્યા.

ડૉક્ટર… શું પ્લાન છે?’ ડૉ. સહાણેએ ફરી પૂછ્યું. કંઈ નહીં… આરેમાં બનેલા ઘટનાક્રમનો વિચાર કરતો હતો.’
ડૉ. ઈમાનદારે ચાનો કપ હાથમાં લેતાં કહ્યું: પ્લાન તો આવતી કાલે પોલીસ હૉસ્પિટલે જવાનો છે.’ આમાં નવું શું છે? આ તો દર શનિવારનું છે…’ ડૉ. સહાણેએ વિચાર્યું: `આમાં ડૉક્ટર આટલો વિચાર શેનો કરે છે?’

ડૉ. ઈમાનદાર અને ડૉ. સહાણે સપ્તાહના એક દિવસ… દર શનિવારે નાગપાડામાં આવેલી પોલીસ હૉસ્પિટલમાં જતા. પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનોની સારવાર માટે આ હૉસ્પિટલનું નિર્માણ કરાયું હતું. ડૉ. ઈમાનદાર અને ડૉ. સહાણે પોલીસ પરિવારો માટે હૉસ્પિટલમાં નિ:શુલ્ક સેવા આપતા. તેમનું માનવું હતું કે નાગરિકોની સુરક્ષા માટે સદૈવ તત્પર રહેતા અને કપરી પરિસ્થિતિમાં પણ અડગ રહેતા પોલીસોનાં હૃદય સશક્ત રહેવાં જોઈએ.

હવે તમે શો વિચાર કરો છો, ડૉક્ટર?’ ડૉ. ઈમાનદારે પૂછ્યું. …એ જ કે શનિવારે પોલીસ હૉસ્પિટલ જવાનું છે એમાં પ્લાન બનાવવો પડે?’ ડૉ. સહાણેએ પ્રશ્ન કર્યો.
`હાં… શનિવારે ચેકઅપને બહાને ડીસીપી ખંડાગળે અને સિનિયર ઈન્સ્પેક્ટર ગોહિલને પણ બોલાવવાનો પ્લાન બનાવતો હતો!’

સારી વાત છે… ખંડાગળે અથવા ગોહિલ આવે તો આરેની ઘટના અંગે નિરાંતે વાતચીત કરી શકાશે!’ ડૉ. સહાણેએ ઉત્સાહ સાથે કહ્યું. ડૉક્ટર, તમે તો મારા બોલવા પહેલાં જ સમજી જાઓ છો કે હું શું કહેવાનો હતો!’ ડૉ. ઈમાનદારે ડૉ. સહાણેને પાનો ચઢાવ્યો.

લાગે છે… તમને માહિતી મેળવવાની ખરેખર વધુ પડતી ઉત્સુકતા છે!’ ના… એવી વાત નથી!’ ડૉ. સહાણેને ઉતાવળે જવાબ આપવાનો અફસોસ થયો.
`તો શું વાત છે? કંઈ છુપાવતા તો નથીને?’ ડૉ. ઈમાનદારે ટીખળ કરી એટલે ડૉ. સહાણેને માઠું લાગ્યું, પણ તેમને મૂળ વાત પર આવવું યોગ્ય લાગ્યું.

`કંઈ છુપાવતો નથી… હેલિકૉપ્ટર દુર્ઘટના અને ઘટનાસ્થળે મળેલા છોકરીના રહસ્યમય શબના સમાચાર મને રોચક લાગ્યા એટલે તેને લગતા ન્યૂઝ પર હું રોજ અખબારોમાં નજર ફેરવું છું…’ ડૉ. સહાણેએ ખુલાસો કર્યો.

હા… મને પણ એ ઘટનાની બધી માહિતી મેળવવાની ઇચ્છા થતી હોય છે.’ ડૉ. ઈમાનદારે કહ્યું:ખાસ તો જ્યારથી એ વાત સામે આવી કે છોકરીનું હૃદય કાઢી લેવામાં આવ્યું છે ત્યારથી આ ઘટના વધુ રસપ્રદ લાગવા માંડી છે.’
`રસપ્રદ અને ખતરનાક!’ ડૉ. સહાણેએ ગંભીર સ્વરે કહ્યું.

હૃદય કાઢી લેવા પાછળ શો હેતુ હશે, ડૉક્ટર!’ ડૉ. ઈમાનદારે એ રીતે પૂછ્યું, જાણે ડૉ. સહાણે તેની પાછળનો ભેદ જાણતા હોય. હેતુ? મને કઈ રીતે ખબર હોય!’ ડૉ. સહાણેએ ફરી ઉતાવળે જવાબ આપ્યો.
ના… ના. હું તો અમસ્તા તમારો અભિપ્રાય જાણવા માગતો હતો કે આવું કરવા પાછળ કારણ શું હોઈ શકે?’ …એ તો તાત્કાલિક જાણવું મુશ્કેલ છે, ડૉક્ટર… પણ જંગલમાં નરબલિ જેવી ઘટના સામાન્ય હોય છે… એ છોકરી નરબલિનો ભોગ ચઢી હોઈ શકે!’

ડૉ. સહાણેએ શંકા વ્યક્ત કરી અને ડૉ. ઈમાનદાર તેમને અચરજથી જોઈ રહ્યા. અત્યાર સુધી ભૂત-દુરાત્માની વાતો થતી હતી, પણ આ ઘટનામાં નરબલિની વાત કોઈએ ઉચ્ચારી નહોતી. આવી વાતો આપણા મોઢે શોભા નથી દેતી, ડૉક્ટર! મને લાગે છે, આની પાછળ બીજું કોઈ કારણ હોઈ શકે!’ ડૉ. ઈમાનદારે કહ્યું. શું?’
`જંગલમાં કોઈ પ્રકારનું ગેરકાયદે જોખમી રિસર્ચ તો નથી થઈ રહ્યુંને?’ (ક્રમશ:)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button