ટોપ ન્યૂઝનેશનલ

11 રાજ્યોની પોલીસ પણ કરશે જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછ, જાણો શું છે કારણ

નવી દિલ્હીઃ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે પકડાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા હાલ રિમાન્ડ પર છે. તેની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. જ્યોતિએ જે રાજ્યોની મુલાકાત લીધી હતી અને ત્યાંના વીડિયો તેના સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા તેને લઈ જે તે રાજ્યોની પોલીસ પણ હવે તપાસ કરી રહી છે.

દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર ,ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાન જેવા રાજ્યોની પોલીસ પણ જ્યોતિની પૂછપરછ કરવા માંગે છે.

આપણ વાંચો: જાસૂસી કેસ: કન્ટેન્ટ ક્રિએટર જ્યોતિ મલ્હોત્રાના રિમાન્ડમાં 4 દિવસનો વધારો

સૂત્રો મુજબ, જયોતિ સામે અનેક ગંભીર બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. તેના મોબાઈલ ફોન, લેપટોપનો ફોરેન્સિક રિપોર્ટ એક-બે દિવસમાં આવી જાય તેવી શક્યતા છે. આગામી ચાર દિવસમાં આ રિપોર્ટના આધારે તેને સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. જ્યોતિ સંવેદશનશીલ સ્થળોના વીડિયો અપલોડ કરતી હોવાની પોલીસને આશંકા છે.

જ્યોતિએ રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન બોર્ડર, જમ્મુ-કાશ્મીરના પહલગામ, ગુલમર્ગ, શ્રીનગર, દિલ્હીના વિવિધ ઐતિહાસિક સ્થળો, ઉત્તર પ્રદેશના બનારસ, અયોધ્યા, પ્રયાગરાજ અને વૃંદાવન, ઓડિશાના પુરી, બિહારના ભાગલપુર, પશ્ચિમ બંગાળના કોલકાતા, અમૃતસરના સુવર્ણ મંદિર અને અટારી બોર્ડર સહિત અનેક જગ્યાએ વીડિયો બનાવ્યા હતા.

આપણ વાંચો: ISIનો એજન્ટ નીકળ્યો દાનિશ, જ્યોતિ મલ્હોત્રા સાથેના સંબંધો મામલે મોટો ખુલાસો

આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યા હતા. વીડિયોના માધ્યમથી જાણી જોઈને સંવેદનશીલ માહિતી શેર કરવામાં આવી હોવાની આશંકા છે. આ કારણે સંબંધિત રાજ્યોની પોલીસ પણ તપાસમાં લાગી છે.

આ ઉપરાંત જ્યોતિએ વિદેશ પ્રવાસ પણ કર્યો હતો. તેણે પાકિસ્તાન, ચીન, ભૂટાન, નેપાળ, ઈન્ડોનેશિયા, દુબઈ, બાંગ્લાદેશ અને થાઈલેન્ડ જેવા દેશોમાં જઈને વીડિયો બનાવ્યા હતા. આ વીડિયામાં કેટલાક ખાસ પ્રવાસીઓ સાથે ખાસ હેતુથી કરવામાં આવેલી વાતચીત આ દેશોના નાગરિકો સાથે શંકાસ્પદ વાતચીત પણ હોઈ શકે છે.

સૂત્રોના કહેવા પ્રમાણે, તપાસ દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે. પોલીસના દાવા પ્રમાણે કોઈ સૈન્ય સંઘર્ષ દરમિયાન જ્યોતિ એક પાકિસ્તાન ઈન્ટેલિજેંસ ઓપરેટિવના સંપર્કમાં હતી. જોકે આની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસ આ એંગલને ધ્યાનમાં રાખીને પૂછપરછ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button