કેનેડામાં યુવકોએ ભારતીય કપલની કરી કનડગત, આપી ગાળો, વીડિયો વાયરલ

પિટરબરોઃ કેનેડામાં ભારતીય મૂળના લોકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, જે અંગેનો હવે વીડિયો પણ વાયરલ થયો છે. અહીંના શહેરમાં ભારતીય દંપતી વંશીય હુમલાનો ભોગ બન્યું હતું. આ બનાવ તો 29મી જુલાઈનો છે, લેન્સડાઉન પ્લેસ મોલના પાર્કિંગમાં અમુક યુવાનો દ્વારા ભારતીય કપલ પર ગાળાગાળી કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે.
આ વીડિયો ખૂદ પીડિત ભારતીય દંપતીએ કર્યો હતો, જેમાં પોતાના વાહનને લઈ થયેલા નુકસાન અંગે યુવકોને સવાલ કર્યો હતો. આ બનાવ પછી સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી શેર કરતા કહ્યું હતું કે એ દિવસથી વ્યથિત થયા છે. ત્રણેય યુવાનો વ્હિકલ પર સવાલ હતા, જેમાંથી એક યુવક બહાર આવ્યો અને કારના સાઈડ મિરર પર કૂદવા લાગ્યો હતો.
First-world manners on full display.
— Tushar Goyal (@Tusharuplifts) August 8, 2025
Suspects:- WYATT CLARKE (back), RYERSON FULLER (driver), ROBERT KIRKPATRICK (passenger) — all shining examples.
An Indian man & his wife were openly harassed in Canada. We want swift, real action against this trashy behaviour.… pic.twitter.com/BtzQFjKwsN
યુવકોની હરકતને વખોડવામાં આવી
વાયરલ વીડિયોમાં કેનેડિયન યુવકો ભારતીય દંપતીને ‘બ્લેક’ અને ‘બિગ નોઝ’ કહ્યા હતા અને ચૂપ રહેવા જણાવ્યું હતું. એક યુવકે કહ્યું હતું કે કાર પર કૂદવાનું ગેરકાયદે નથી. વીડિયોમાં અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા, જે વીડિયો વાયરલ થયા પછી અનેક લોકોએ પ્રતિક્રિયા આપી હતી. આ પ્રકારની હિંસા કે વ્યવહાર અંગે સોશિયલ મીડિયા પર લોકોએ નોંધ લીધી હતી, જેમાં ખાસ કરીને મૂળ ભારતીય લોકોએ વખોડી નાખ્યો હતો.
અન્ય આરોપીઓની ઓળખ કરાઈ
આ બનાવ અંગે ફરિયાદ નોંધ્યા પછી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને અઢાર વર્ષના એક યુવકની ધરપકડ કરી હતી. ધરપકડ કરનારા યુવકનું નામ કવર્થા લેક્સ છે. લેક્સ પર જાનથી મારી નાખવાનો ગંભીર આરોપ છે. આરોપીને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો અને હવે 16મી સપ્ટેમ્બરના કોર્ટમાં હાજર કરવામાં આવશે. પોલીસે આ કેસમાં અન્ય આરોપીઓની ઓળખ કરી લીધી છે.
અહીંના રહેવાસીઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ
આ બનાવ મુદ્દે સિટી પોલીસે કહ્યું હતું કે જે કોઈએ આ વીડિયો જોયો છે તેમને જાણ થઈ છે કે આ પ્રકારનું વર્તન અમારા સમુદાય અથવા અન્ય લોકોમાં પણ સ્વીકાર્ય નથી. આ બાબતની જાણકારી આપનારા લોકોનો પણ અમે આભાર વ્યક્ત કર્યો હતો. અમે લોકો અહીં રહેનારા અથવા કામ કરનારા અને અન્ય લોકોને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.
આપણ વાંચો: ટ્રમ્પ હવે H 1B વિઝાધારકોને આપશે ઝટકો, નવી પોલિસીથી ભારતીયને પડશે ફટકો