
નવી દિલ્હીઃ દિલ્હી હાઇ કોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરમાં લાગેલી આગ અને મળી આવેલી રોકડ મુદ્દે નવો વળાંક આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના આદેશ પર ન્યાયાધીશ વર્માના ઘરની અંદરની તસવીરો જાહેર કરવામાં આવી છે. તેમજ દિલ્હી હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાનો રિપોર્ટ પણ જાહેર કર્યો છે. જેમાં ન્યાયાધીશ વર્માનો જવાબ પણ છે. આ મામલા સાથે જોડાયેલા દસ્તાવેજ પર વેબસાઇટ પર મુકવામાં આવ્યા છે.
આ પણ વાંચો..બાબાને દિલ્હી મોકલી દો અને કેશવ પ્રસાદ મૌર્યને ઉત્તર પ્રદેશ સોંપો” BJPનાં નેતાનું ચોંકાવનારું નિવેદન
કોર્ટનો પક્ષ લોકો સમક્ષ રાખવા માટે સીજેઆઈએ આ મામલા સાથે જોડાયેલા તમામ રેકોર્ડ જાહેર કરવાનો ફેંસલો કર્યો હતો. કોઈ સાથે જોડાયેલા તમામ રેકોર્ડ જાહેર કરવામાં આવ્યા હોય તેવું સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે.
ન્યાયાધીશ વર્માના સરકારી બંગલામાં આગ લાગી ત્યારે તેઓ શહેરની બાદ હતા. આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને બંગલાની અંદર મોટી માત્રામાં રોકડનો ઢગલો મળ્યો હતો. જે બળીને ખાખ થઈ ગયો હતો. આ વાત અધિકારીઓ સુધી પહોંચી અને સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો.
આ પણ વાંચો..Delhi ના બજેટમાં થશે આ મોટી જાહેરાતો, સીએમ રેખા ગુપ્તાએ આપ્યા સંકેત
ભારતના મુખ્ય ન્યાયાધીશ આ મામલે સુપ્રીમ કોર્ટ કોલેજિયમની તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં ન્યાયાધીશ વર્માની બદલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત સુપ્રીમ કોર્ટે આ મુદ્દે તેમના સ્તરે તપાસ શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટની અત્યાર સુધીની તપાસમાં જ પણ સામે આવ્યું છે તેને જાહેર કરવામાં આવ્યું છે. તેમાં સળગી ગયેલી નોટોનો ઢગલો પણ સામેલ છે.