કેપ્ટન અંશુમાન સિંહની પત્ની પર અભદ્ર ટીપ્પણી કરવા પર મહિલા આયોગે કરી ધરપકડની માંગ

નવી દિલ્હી: કીર્તિ ચક્ર વિજેતા કેપ્ટન અંશુમાન સિંહની (Captain Anshuman Singh) વિધવા સ્મૃતિ સિંહ (Smriti Singh) વિશે એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર અપમાનજનક ટિપ્પણી કરી હતી હતી. આ ટિપ્પણી કરનાર પર સોશિયલ મીડિયામાં લોકોએ આડે હાથ લિધો છે. યુઝર્સ આ વ્યક્તિની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જો કે આ અભદ્ર કોમેન્ટની નોંધ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ પણ લીધી છે અને દિલ્હી પોલીસને પત્ર લખીને વ્યક્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
હાલમાં જ રાષ્ટ્રપતિ ભવનમાં સ્મૃતિ સિંહના પતિ કેપ્ટન અંશુમાન સિંહને મરણોપરાંત કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો ત્યારના ફોટા પર એક યુઝર્સ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. કેપ્ટન અંશુમાન સિંહ સિયાચીન ગ્લેશિયરમાં ભારતીય સેનાના કેમ્પમાં પોતાના સાથીદારોને બચાવવાનો પ્રયાસ કરતા શહીદ થયા હતા. કેપ્ટન સિંહને 26 પંજાબમાં મેડિકલ ઓફિસર તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. કેપ્ટન સિંહને મરણોત્તર આપવામાં આવેલ આ પુરસ્કાર તેમની પત્ની સ્મૃતિ અને માતાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અર્પણ કર્યો હતો.
આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેની માનસિક સ્થિતિ ડામાડોળ: ફડણવીસનો ટોણો
જ્યારે આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો ત્યારે ઘણા યુઝર્સે શહીદ સૈન્યના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી, ત્યારે એક યુઝરે અપમાનજનક ટિપ્પણી કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને લખેલા પત્રમાં આ ટિપ્પણીને “અશ્લીલ” ગણાવી છે. આયોગે એ પણ કહ્યું હતું કે આ ટિપ્પણી દિલ્હીમાં રહેતા અહેમદ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે. તેણે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 79, IT અધિનીયમ, 2000 ની કલમ 67 નો ભંગ કર્યો છે. મહિલા આયોગ તેની ટ્વીટર પોસ્ટમાં કહ્યું કે ‘NCW આ કૃત્યને વખોડી કાઢે છે અને પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મહિલા આયોગે પોલીસને વ્યક્તિની ધરપકડ કરવા અને ત્રણ દિવસમાં વિગતવાર અહેવાલ સુપરત કરવા પણ કહ્યું છે. ઘણા લોકોએ NCW ને ટેગ કરનાર અને તે વ્યક્તિની ટિપ્પણીઓના સ્ક્રીનશોટ શેર કરનારા અન્ય લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.