નેશનલ

બેંગલુરુમાં મહિલાએ પાળેલા શ્વાનની બલિ ચડાવી? કંપારી છુટે તેવો કિસ્સો

બેંગલુરુઃ દેશની ટેકસિટી કહેવાતા બેંગલુરુમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને બદલે ધાર્મિક વિધિઓ નામે બલિ ચડાવવાનો કિસ્સો બહાર આવ્યો છે. અહીં રહેતી એક મહિલાએ જે કૃત્ય કર્યું છે તે જોઈને માણસ કોને કહેવા અને જાનવર કોને કહેવા તે સવાલ થાય છે.

અહીં રહેતી ત્રિપર્ણા પેઈક નામની મહિલાએ પોતાના ચાર લેબ્રાડોર પેટ ડૉગમાંથી એકની બલિ ચડાવી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. ત્રિપર્ણા જે અપાર્ટમેન્ટમાં રહેતી હતી ત્યાંથી ખૂબ જ ખરાબ ગંધ આવતા ફ્લેટવાસીઓએ બેંગલુરુ પાલિકાને ફરિયાદ કરી હતી.

આપણ વાંચો: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : તરુણોની આવડત સામે સમાજની અપેક્ષા આવી વધુ પડતી અપેક્ષા ટેલેન્ટેડ ટીનેજરને ગૂંગળાવી નાખે છે…

પાલિકાના કર્મીઓ જ્યારે તપાસ કરવા આવ્યા ત્યારે ત્રિપર્ણા તેમની સાથે યોગ્ય વ્યવહાર ન કર્યો અને તેમને ઘરમાં ઘુસતા રોક્યા. આ સાથે આત્મહત્યા કરી લેવાની ધમકી આપી. આમ થતાં પાલિકાના કર્મચારીઓએ પોલીસને બોલાવી હતી.

પોલીસ જ્યારે તેનાં ફ્લેટમાં ગઈ ત્યારે તેમને શ્વાનનું કપાયેલું માથું કપડામાં વિટેલું મળ્યું અને આખી લાશ કબાટમા મૂકેલી મળી, જે સડી ગઈ હતી અને સખત દુર્ગધ મારતી હતી. આ સાથે અહીં દયનીય હાલતમાં બીજા બે લેબ્રાડોર બ્રીડના શ્વાન પણ મળી આવ્યા જેને બાંધી રાખવામાં આવ્યા હતા.

આપણ વાંચો: પ્રાસંગિક : ટ્રમ્પે બે યુદ્ધ રોકવાને બદલે બે યુદ્ધવિરામ કરાવ્યા!

આ સાથે આ ફ્લેટમાંથી પોલીસને ઘણા દેવી દેવતા અને પૂજાવિધિનો સામાન પણ મળી આવ્યો, જે મહિલાએ કોઈ ધાર્મિક વિધિ કરી હોય અને તેમાં શ્વાનનો બલિ ચડાવ્યો હોય તેવી શક્યતાનો સંકેત આપી રહ્યા છે. મહિલા પાસે ચાર લેબ્રાડોર હોવાનું પણ ખૂલ્યું છે ત્યારે અન્ય એક શ્વાન ક્યા છે તે પણ પોલીસ તપાસમાં બહાર આવશે.

પોલીસે હાલમાં આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે પાલિકાકર્મીઓના જણાવ્યા અનુસાર અન્ય શ્વાનોને રિહેબિટેશન સેન્ટરમાં મોકલવામા આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button