નેશનલ

કુંભમેળામાં રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા જશે કે નહીંઃ સસ્પેન્સ કાયમ

નવી દિલ્હીઃ કુંભમેળો ભલે ધાર્મિક અને સાસ્કૃતિક માનવ મેળાવડો હોય, પણ તેને રાજકીય રંગ ન ચડે તે ભારતમાં તો શક્ય નથી. સનાતન સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલા કુંભમેળાની શરૂઆતથી રાજકીય નિવેદનો પણ થતાં આવ્યા છે.

કૉંગ્રેસની વાત કરીએ તો કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જ કુંભમેળા વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કુંભમેળામાં સ્નાન કરવાથી દેશની ગરીબી ખતમ નહીં થાય. જોકે હવે કુંભમેળાની સમાપ્તિ આડે 11 દિવસ બાકી છે ત્યારે ગાંધી પરિવારના બન્ને સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કુંભમેળામાં જશે તેવી અટકળો ચાલી રહી છે.

આપણ વાંચો: 70 વર્ષ પહેલાનો કુંભમેળો જોયો છે? આ રહ્યો વીડિયો જોઈલો…

બન્નેના કોઈ સત્તાવાર કાર્યક્રમો હજુ જાહેર થયા નથી, પરંતુ આજના સમયમાં હિન્દુ સંસ્કૃતિના આટલા મોટા મેળાવડામાં ન જવાની ભૂલ ગાંધી પરિવારે કરવી જોઈએ નહીં તેવો મત તેમણે વ્યક્ત કર્યો છે.

અગાઉ અયોધ્યા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાનો નિર્ણય કૉંગ્રેસે કર્યો હતો, જે અમુક લોકોના કહેવા અનુસાર તેમને ભારે પડ્યો હતો.

અત્યાર સુધીમાં કૉંગ્રેસ અને સાથીપક્ષોના અમુક નેતાઓએ સંગમમાં ડૂબકી લગાવી છે. સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ અને તેમનાં પત્ની, દિગ્વિજય સિંહ અને તેમનો પરિવાર, ડી.કે. શિવકુમાર, સચિન પાયલટ વગેરેએ મહાકુંભનો લાભ લીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button