જંગલી બિલાડીના પેશાબે હાઈ કોર્ટની કાર્યવાહી અટકાવી, દુર્ગંધથી જજ સહિતના લોકો થયા પરેશાન | મુંબઈ સમાચાર
નેશનલ

જંગલી બિલાડીના પેશાબે હાઈ કોર્ટની કાર્યવાહી અટકાવી, દુર્ગંધથી જજ સહિતના લોકો થયા પરેશાન

કોચી: કોર્ટની કામગીરી અને એમાં પણ સુપ્રીમ કોર્ટ કે હાઈ કોર્ટની કામગીરીમાં કોઈ સામાન્ય વ્યક્તિ દખલગીરી કરી શકતું નથી. પરંતુ એક પ્રાણીએ હાઈ કોર્ટની કામગીરીમાં દખલગીરી ઊભી કરીને કાર્યવાહી અટકાવ્યાની ઘટના સામે આવી છે. આ ઘટના કેરળ હાઈ કોર્ટની છે. આવો જાણીએ સમગ્ર મામલો શું છે?

હાઈ કોર્ટના ચેમ્બરમાં દુર્ગંધ ફેલાઈ

આજે કેરળ હાઈ કોર્ટના ચેમ્બર નંબર 1માં મુખ્ય ન્યાયધીશ નિતિન જામદાર અને ન્યાયમૂર્તિ બસંત બાલાજીની ખંડપીઠ સુનાવણી કરી રહી હતી. સુનાવણીની પ્રક્રિયા માત્ર 20 મિનિટ બાદ અટકાવી દેવામાં આવી હતી. જેની પાછળનું કારણ એક જંગલી બિલાહી હતી. એશિયાઈ પામ સિવેટ, જેને ટોડી કેટ અથવા મુસાંગ નામે પણ ઓળખવામાં આવે છે. આ બિલાડીના પેશાબે હાઈ કોર્ટના ચેમ્બર નંબર 1માં દુર્ગંધ ફેલાવી દીધી હતી. જેનાથી ચેમ્બરમાં બેસવું મુશ્કેલ બની ગયું હતું.

આપણ વાંચો: ભારતમાં પ્રથમવાર: ટ્રાન્સજેન્ડર દંપતીના બાળકને મળશે જેન્ડર ન્યુટ્રલ બર્થ સર્ટિફિકેટ, કેરળ હાઈકોર્ટનો મોટો નિર્ણય…

બિલાડીને પકડવા જાળ પાથરાઈ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પેશાબની તિવ્ર દુર્ગંધના કારણે મુખ્ય ન્યાયધીશ નિતિન જામદાર અને ન્યાયમૂર્તિ બસંત બાલાજીની ખંડપીઠે અત્યંત મહત્ત્વપૂર્ણ અને નવા કેસની જલ્દી સુનાવણી કરી તેને નવી તારીખ આપી કોર્ટની કામગીરીને અટકાવી દીધી હતી. ત્યારબાદ સફાઈ કર્મીઓને બોલાવીને સફાઈ કરાવવામાં આવી હતી.

કર્મચારીઓએ આ દુર્ગંધ સિવેટ બિલાડીના પેશાબની હોવાનું અનુમાન લગાવ્યું હતું. આ બિલાડીને પકડવા માટે કોર્ટમાં જાળ પાથરવામાં આવી હતી. જેમાં બિલાડી પકડાઈ ગઈ હતી.

આપણ વાંચો: માતા બનવાને 50 વર્ષ… સરોગસી પર કેરળ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

વન્યજીવ અભ્યારણ્યમાંથી આવે છે પ્રાણીઓ

હાઈ કોર્ટના સરકારી વકીલો પાસેથી મળતી માહિતી મુજબ, સિવેટ બિલાડીના ટોયલેટની દુર્ગંધ છેલ્લા કેટલાક દિવસોથી આવી રહી હતી. પરંતુ સોમવારથી તે અસહ્ય થઈ ગઈ હતી. જ્યારે મંગળવારે તો કોર્ટના ચેમ્બરમાં બેસી શકાય નહીં, એવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, એશિયાઈ પામ સિવેટ બંધિયાર જગ્યાઓમાં જોવા મળે છે. તે સૌથી વધારે તાડના ઝાડ અને ફળદાર વૃક્ષો પર જોવા મળે છે. તે સામાન્ય રીતે કેરળની જૂની ઇમારતોમાં જોવા મળે છે. જોકે, કેરળ હાઈ કોર્ટ મંગલા વન્યજીવ અભ્યારણ્ય પાસે આવેલી છે. તેથી હાઈ કોર્ટના પટાંગણમાં ઘણીવાર જંગલી પ્રાણીઓ જોવા મળે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button