
સમસ્તીપુર, બિહારઃ ભારતમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાની અનેક ઘટનાઓ બની છે. ફરી એકવાર બિહારમાં આવી જ એક ઘટના બની છે. બિહારના સમસ્તીપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે.
પત્નીના ગેરસંબંધોને કારણે પતિની હત્યા કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ઘટના જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના લગુનિયાન રઘુકાંત ગામની છે. જેમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આપણ વાંચો: લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવનારી મહિલાના પતિની હત્યા કરનારા યુવકની ધરપકડ
સોનુના પિતાએ તેની પત્ની પર હત્યાનો આરોપ લગાવ્યો
ઘટનાની વાત કરવામાં આવે તો, ઓટો ડ્રાઈવરનું કામ કરતા સોનુ કુમારનો મૃતદેહ તેના જ ઘરેથી મળી આવતા પોલીસ ચોંકી ગઈ હતી. આ ઘટના અંગે પોલીસે શંકાના આધારે સોનુ કુમારની પત્ની સ્મિતાની અટકાયત કરી લીધી છે.
ખરેખર, સોનુના પિતાએ તેની પત્ની પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. છ વર્ષ પહેલા સોનુ અને સ્મિતાના લગ્ન થયાં હતાં. લગ્ન બાદ પણ બન્ને વચ્ચે અનેક વખત ઝઘડાઓ થતાં હતાં. સોનુ અને સ્મિતાને બે બાળકો હોવાનું પણ જાણવા મળ્યું છે.
આપણ વાંચો: પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બની રહેલા પતિની હત્યા: પત્ની-પ્રેમીની ધરપકડ
ટ્યુશન શિક્ષક સાથે સ્મિતાના અવૈધ સંબંધ હોવાનો આરોપ
સોનુએ પોતાના બાળકોના અભ્યાસ માટે હરિઓમ કુમાર નામના વ્યક્તિને ટ્યુશન માટે રાખ્યો હતો. એક દિવસ સોનુએ તેની પત્ની સ્મિતા અને ટ્યુશન શિક્ષકને વાંધાજનક સ્થિતિમાં એકસાથે જોઈ લીધા હતાં.
ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. એક દિવસ સોનુ રાત્રે લગભગ 12 વાગ્યે ઓટો ચલાવીને ઘરે પાછો ફર્યો. જોકે, તે સમયે સોનુના પિતા સૂઈ રહ્યા હતા. પરંતુ, સવારે તેણે તેના પુત્રનો મૃતદેહ જોયો હતો. આ દરમિયાન સોનુ પત્ની પણ તે રૂમમાં જ હતી. જેથી સોનુની હત્યા તેની પત્નીએ જ કરી હોવાનો મૃતકના પિતાએ આરોપ લગાવ્યો છે.
આપણ વાંચો: પહેલગામ હુમલામાં પતિની હત્યા કર્યા બાદ આતંકવાદીઓએ પત્નીને કહ્યું, “….જઈને મોદીને જાણ કરજે”
પોલીસે સ્મિતાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી
આ ઘટનામાં એવું પણ જાણવા મળ્યું છે કે, સ્મિતાએ બે થી ત્રણ લોકો સાથે મળીને સોનુની હત્યા કરી હતી. પોલીસે સ્મિતાને કસ્ટડીમાં લીધી છે અને તેની પૂછપરછ સતત ચાલી રહી છે. દરમિયાન, ઘટનાની દરેક ખૂણાથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે, સંપૂર્ણ તપાસ બાદ આ મામલે સાચી હકીકત સામે આવી શકે છે. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોય તેવા બનાવો ભારતમાં વધી રહ્યાં છે, જેથી ચિંતાનો વિષય છે.