નેશનલ

વડા પ્રધાનની પડોશી રિંકી ખન્નાએ ઑપરેશન સિંદૂર સમયે કેમ દિલ્હીમાં જ રહેવાનું પસંદ કર્યુ?

પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો સફાયો કરવા ભારતે તાજેતરમાં Operation Sindoor સફળતાપૂર્વક પાર પાડ્યું. આ સમય દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો. દિલ્હી દેશની રાજધાની હોવાથી અહીં માહોલ થોડો વધારે ગરમ હોય ત્યારે આ દિવસોનો એક અનુભવ ટ્વિન્કલ ખન્નાએ શેર કર્યો હતો.

ટ્વીન્કલે જણાવ્યું હતું કે મારી બહેન રિંકી દિલ્હીમાં રહે છે અને તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન નજીક જ રહે છે. દિલ્હીમાં ગરમાયેલો માહોલ જોઈ મેં તેને મુંબઈ મારી સાથે રહેવા જણાવ્યું હતું, પરંતુ તેણે ના પાડી કે તે દિલ્હીમાં જ રહેશે અને અહીં તે સુરક્ષિત મહેસૂસ કરે છે.

ટ્વિન્કલ અભિનેત્રી કરતા લેખિકા તરીકે વધારે પ્રખ્યાત છે. તે ઘણું સારું અને વ્યંગ્યાત્મક લખે છે. તેણે એક લેખમાં લખ્યું છે કે મેં રિંકીને કહ્યું કે દિલ્હી પર વધારે ખતરો છે તો તે તેનાં સંતાનો સાથે મુંબઈ રહેવા આવી જાય. ટ્વિન્કલે ફની સ્ટઈલમાં લખ્યું છે કે મેં તેને કહ્યું કે મારા ઘરે બંકર તો નથી, પણ બેઝમેન્ટમાં છુપાઈ શકાય આ સાથે ગોદરેજના બે કબાટ છે, તેનો પણ ઉપયોગ સુરક્ષા માટે થઈ શકે. તેણે એમ પણ લખ્યું છે કે ઘરમાં બે મહિના ચાલે તેટલું રાશન છે અને ઘરે જ પનીર બનાવી શકાય તેવું વાસણ પણ છે. કારણ કે કેન્દ્રીય અન્ન પ્રધાને બહારનું પનીર આરોગ્ય માટે સારું નહીં હોવાનું કહ્યું છે.

જોકે રિંકીએ ટ્વિન્કલની આ ઓફર નકારી દીધી અને પોતે દિલ્હીમાં જ સુરક્ષિત છે તેમ કહ્યું હતું. ટ્વિન્કલ અને રિંકી બન્ને માતા-પિતા રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડીયાની જેમ ફિલ્મોમાં સફળ થઈ શક્યા નહીં.

આ પણ વાંચો….ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણ મિનિટમાં તબાહ કરી 13 દુશ્મન ચોંકી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button