ટેકનોલોજી છતાં વાદળ ફાટવાની આગાહી કેમ અશક્ય? ઉત્તરાખંડની ઘટના પરથી સમજો | મુંબઈ સમાચાર

ટેકનોલોજી છતાં વાદળ ફાટવાની આગાહી કેમ અશક્ય? ઉત્તરાખંડની ઘટના પરથી સમજો

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ધરાલી ગામમાં કુદરતે કાળો કહેર વર્તાયો હતો. તાજેતરમાં વાદળ ફાટવાની ઘટનાએ ભારે વિનાશ વેર્યો હતો. આ કુદરતી આફતમાં જાન અને માલનું મોટા પાયે નુકસાન થયું હતું, જ્યારે હાલ સુધી રેક્યૂ ઓપરેશન ચાલી રહ્યા છે. સામાન્ય રીતે દેશ દુનિયામાં કઈ જગ્યા પર ચોમાસાની અસર કેટલી થશે તેના માટે હવામાન વિભાગ આગાહી વ્યક્ત છે. હવામાનના નિષ્ણાંતો ટેકનોલોજીનો ઉપયોગ કરી ક્યા કેટલો વરસાદ થવાનો છે, તેની આગાહી વ્યક્ત કરે છે. આ તમામ વચ્ચે મહત્વનો પ્રશ્ન એ ઊભો થાય કે, આધુનિક ટેકનોલોજી હોવા છતા વૈજ્ઞાનિકો વાદળ ફાટવાની ચોક્કસ આગાહી કેમ નથી કરી શકતા?

થોડા દિવસો પહેલા ધરાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના બાદ ખીરગંગા નદીમાં અચાનક પૂર આવ્યું, જેના કારણે ગામનો મોટો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો. આ આફતે ઘણા લોકોના જીવ લીધા અને ઘણા લોકો હજુ પણ ગુમ છે. આ ઘટના એક કુદરતી આફત તરીકે ઓળખાય છે, જે અણધારી રીતે ભારે નુકસાન કરે છે. વાદળ ફાટવું એટલે થોડી મિનિટો કે કલાકોમાં અત્યંત ભારે વરસાદ, જે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. આનાથી પૂર અને ભૂસ્ખલન જેવી સમસ્યાઓ સર્જાય છે.

આ પણ વાંચો: હિમાચલમાં કુદરતનો પ્રકોપ: કુલ્લુમાં વાદળ ફાટવાથી ફ્લેશ ફ્લડ, જનજીવન અસ્તવ્યસ્ત

વાદળ ફાટવાની આગામી કેમ ન થઈ શકે?

ઉલ્લેખનીય છે કે, હવામાન વૈજ્ઞાનિકો પાસે રડાર, ઉપગ્રહો અને સુપરકમ્પ્યુટર જેવાં અદ્યતન સાધનો હોવા છતાં વાદળ ફાટવાની ચોક્કસ આગાહી કરવી એક પડકારજનક કાર્ય છે. જેનુ મુખ્ય કારણ એ છે કે આવી ઘટનાઓ નાના વિસ્તારોમાં અને ટૂંકા સમયમાં બની જાય છે. હવામાનના મોડેલો મોટા વિસ્તારો માટે રચાયેલા હોય છે, અને આટલા નાના સ્તરે ચોક્કસ ડેટા એકત્ર કરવો લગભગ અશક્ય હોય છે.

વાદળ ફાટવાની પ્રક્રિયા અત્યંત ઝડપી હોય છે. ભેજ, હવાની ગતિ અને તાપમાન જેવા પરિબળો ગણતરીની મિનિટોમાં બદલાઈ શકે છે. હાલની ટેકનોલોજી આટલી ઝડપથી બદલાતા પરિબળોને પકડવામાં અસમર્થ છે, જેના કારણે આગાહી કરવી મુશ્કેલ બની જાય છે.

આ પણ વાંચો: ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે 199 ના મોત! ઉત્તરાખંડમાં હજી પણ ભારે વરસાદની આગાહી

હિમાલય જેવા પહાડી વિસ્તારોની ભૌગોલિક રચના હવામાનની આગાહીને વધુ જટિલ બનાવે છે. પહાડો હવાના પ્રવાહને પ્રભાવિત કરે છે, જેના કારણે સ્થાનિક સ્તરે વાદળો બનવાની અને ફાટવાની ઘટનાઓ બને છે.

ઉલ્લેખનીય છે કે, હાલની ટેકનોલોજીમાં આટલા નાના વિસ્તારોમાં થતી મોટી ઘટનાઓની આગાહી વ્યક્ત કરવી એ પડકારજનક બની જાય છે. આ ટેકનોલોજી મોડલમાં આ ફેરફાર કરવા એ પણ એક મોટો પડકાર છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button