મોદી સિવાય બીજું કોઈ નહીં! જાણો PM પદના દાવેદારો વિશે લોકોએ શું કહ્યું

Who is next PM of India: કૉંગ્રેસ રાહુલ ગાંધીને ભારતના વડા પ્રધાન બનાવવાનું સપનું જોઈ રહી છે. સ્વયં રાહુલ ગાંધી પણ આ સ્વપ્ન જોઈ રહ્યા છે. પરંતુ વડા પ્રધાન પદ માટે લોકોને નરેન્દ્ર મોદી સિવાય બીજું કોઈ યોગ્ય લાગતું નથી. એ તો ઠીક, લોકો ભાજપમાંથી પણ નરેન્દ્ર મોદી સિવાય બીજા કોઈને પસંદ કરવા ઈચ્છતા નથી. પરંતુ તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો છે. જેમાં નરેન્દ્ર મોદી બાદ વડા પ્રધાન પદના ત્રણ દાવેદારોના નામ સામે આવ્યા છે.
ભાજપમાંથી PM પદના દાવેદાર કોણ?
તાજેતરમાં એક મીડિયા ચેનલે 2,06,826 લોકો પર ‘મૂડ ઓફ ધ નેશન’ નામનો સર્વે કર્યો છે. જેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, તમે નરેન્દ્ર મોદી બાદ વડા પ્રધાન પદના દાવેદાર તરીકે કોને જોવા માંગો છો? આ સર્વેમાં ત્રણ નેતાઓના નામ સામે આવ્યા છે. આ ત્રણ નેતાઓમાં અમિત શાહ, યોગી આદિત્યનાથ અને નિતિન ગડકરીનો સમાવેશ થાય છે.
2,06,826 લોકો પર થયેલા સર્વેમાં 28 ટકા લોકોએ વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ત્યારબાદ 26 ટકા લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની વડા પ્રધાન તરીકે પસંદગી કરી છે. યોગી આદિત્યનાથ બાદ લોકોએ ત્રીજા વિકલ્પ તરીકે નિતિન ગડકરીની પસંદગી કરી છે. જોકે તેઓને માત્ર 7 ટકા લોકોએ તેઓની પસંદગી કરી છે.
રાહુલ ગાંધી વિશે લોકોએ શું કહ્યું?
ચોંકાવનારી વાત એ છે કે, ‘મૂડ ઓફ ધ નેશન’ સર્વેમાં 52 ટકા લોકોએ વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરી છે. જ્યારે રાહુલ ગાંધીની નહીવત લોકોએ પસંદગી કરી છે. આ સર્વેમાં લોકોને એ પણ પૂછવામાં આવ્યું હતું કે, વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીનું પ્રદર્શન તમને કેવું લાગે છે? આ સવાલના જવાબમાં 22 ટકા લોકોએ સારું, 16 ટકા લોકોએ એવરેજ, 15 ટકા લોકોએ ખરાબ અને 12 ટકા લોકોએ તેમના પ્રદર્શનને બહુ ખરાબ ગણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 1 જુલાઈથી લઈને 14 ઓગસ્ટ સુધી દેશના દરેક રાજ્ય અને લોકસભા વિસ્તારોમાં આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં દરેક ઉંમર, વર્ગ, જાતિ, ધર્મના 54, 788 પુખ્ત વયના લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.