વ્હાઇટ-કોલર આતંકવાદીઃ જમ્મુ-કાશ્મીરમાં 131 આતંકવાદીઓ સક્રિય, 45 આતંકી ઠાર

જમ્મુ અને કાશ્મીરઃ દિલ્હીમાં બ્લાસ્ટ થયાને આજે કેટલાય દિવસો પસાર થઈ રહ્યાં છે, ભારતની સુરક્ષા એજન્સીઓ હજી પણ સતત કાર્યવાહી કરીને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. મળતી જાણકારી પ્રમાણે જમ્મુ અને કાશ્મીરમાં એક્ટિવ આતંકવાદીઓની સંખ્યા 131 થઈ ગઈ છે. જાણવા એવું પણ મળ્યું છે કે, તેમાં પાકિસ્તાની નાગરિકોની સંખ્યા પણ વધારે છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 131 એક્ટિવ આતંકવાદીઓમાંથી 122 પાકિસ્તાની નાગરિકો છે, આમાંથી 9 આતંકી એવા છે જેમણે તાલીમ લીધેલી છે. આની સામે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
2025માં અલગ અલગ જગ્યાએ 45 આતંકવાદીઓને ઠાર કરાયા
પાકિસ્તાની આતંકવાદીઓની સંખ્યા માર્ચ 2025માં 59 હતી. આતંકવાદ ભારત માટે મોટો ખતરો બની રહ્યો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આવા લોકોને ઝજપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ, સેના અને સુરક્ષા એજન્સીઓ દ્વારા 2025માં અત્યારે સુધીમાં અલગ અલગ જગ્યાએ 45 આતંકવાદીઓને ઠાર કર્યાં છે. જેથી એવું પણ સાબિત થાય છેકે, આપણી સુરક્ષા એજન્સી સતર્કતાથી કામ કરી રહી છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના સોપોરમાંથી હથિયાર અને દારૂગોળા સાથે બે આતંકવાદી ઝડપાયા, પૂછપરછ શરૂ…
ભારતીય સેનાએ ઘૂસણખોરીના અનેક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા
આ ઘૂસણખોરી જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા માટે ચિંતાનો વિષય બની ગયો છે, કારણ કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો ઘૂસણખોરી કરવા માટે અનેક તરકીબો અપનાવતા હોય છે. જો કે, ભારતીય સેના સતર્ક રહે છે અને એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના અનેક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હોવાના અહેવાલો પણ મળતા રહે છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ એવું પણ જાણવા મળ્યું કે, આતંકી પ્રવૃત્તિઓમાં લોકલ પણ હોઈ શકે છે. દરે વખતે દુશ્મન બહારથી નથી આવતો અને દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલો કાર બ્લાસ્ટ તેનું પ્રમાણ છે.
આતંકવાદી સંગઠનો એક નવો અભિગમ અપનાવી રહ્યા છે
દિલ્હી બ્લાસ્ટ બાદ એવું પણ જાણવા મળ્યું કે, આતંકવાદી સંગઠનો એક નવો અભિગમ અપનાવી રહ્યા છે. કેમ્પમાં ભરતી કરવાને બદલે તેઓ ગુપ્ત રીતે શિક્ષિત યુવાનોને કટ્ટરપંથી બનાવી રહ્યા છે. જેમાં ડોક્ટરો, એન્જિનિયરો, સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત એ છે કે, આ લોકો આમ તો સામાન્ય લાગતા હોય છે પરંતુ તેઓ વાસ્તવમાં આતંકવાદીઓ હોય છે. જેથી તેમને ‘વ્હાઇટ-કોલર આતંકવાદીઓ’ નામ આપવામાં આવ્યું છે.



