આમચી મુંબઈનેશનલમનોરંજન

આનંદ મહિન્દ્રાએ કઈ ફિલ્મ જોવાની ભલામણ કરી ફેન્સ અને ફોલોવર્સને? પોસ્ટ થઈ વાઈરલ…

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેર આનંદ મહિન્દ્રા એક ખૂબ જ કુશળ બિઝનેસ મેન તો છે જ પણ એની સાથે સાથે તેઓ એક સારા વ્યક્તિત્વના માલિક પણ છે. આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ પણ રહે છે અને અવારનવાર તેઓ મોટિવેશનલ વીડિયો કે મેસેજ પણ શેર કરતાં હોય છે. તેમની પોસ્ટ ગણતરીની સેકન્ડમાં જ વાઈરલ થઈ જાય છે.

હાલમાં જ આનંદ મહિન્દ્રાએ ફિલ્મ 12th Failનો રિવ્યૂ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને તેમણે પોતાના ફેન્સ અને ફોલોઅર્સને પણ આ ફિલ્મ જોવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે જો તેઓ વર્ષમાં એક જ ફિલ્મ જોવા માંગે છો તેમણે આ ફિલ્મ જોવી જોઈએ. ફિલ્મના એક્ટર વિક્રાંત મેસ્સીએ પણ આનંદ મહિન્દ્રાની પોસ્ટ પર રિએક્ટ કર્યું છે. વિક્રાંત મેસ્સીએ ફિલ્મમાં આઈપીએસ ઓફિસર મનોજ કુમાર શર્માનો રોલ નિભાવ્યો છે.

આનંદ મહિન્દ્રાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે માત્ર હીરો જ નહીં પણ સફળતાના ભૂખ્યા અનેક યુવાનો દુનિયાની સૌથી અઘરી પરીક્ષામાંથી એક પરીક્ષાને પાસ કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરે છે અનેક અવરોધોનો સામનો કરવો પડે છે.

એટલું જ નહીં તેમણે ફિલ્મની આટલી સારી કાસ્ટિંગ માટે ડિરેક્ટરના પણ ખૂબ જ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે દરેક કેરેક્ટરે પોતાનો રોલ ખૂબ જ બખૂબી નિભાવ્યો છે. તેમણે ફિલ્મના હીરો વિક્રાંત મેસ્સીના પણ ખૂબ વખાણ કર્યા હતા અને લખ્યું હતું કે વિક્રાંત માત્ર એક્ટિંગ નહોતો કરી રહ્યો પણ તે આ રોલને જીવી રહ્યો હતો.

વિક્રાંત મેસ્સીએ આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ પર કમેન્ટ કરી છે અને તેમનો આભાર માન્યો છે. વિક્રાંતે લખ્યું છે કે ધન્યવાદ મિસ્ટર મહિન્દ્રા. અમારા પ્રયાસોના વખાણ અને ફિલ્મને રેકમેન્ડ કરવું ખૂબ જ મહત્ત્વનું છે. તમે લાખો લોકો માટે પ્રેરણા સમાન છો અને અત્યાર સુધી લાખો લોકો આ પોસ્ટને 9.84 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર કમેન્ટ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button