ગંગા નદીના પ્રવાહ અંગે નવો ખુલાસો: ઉનાળામાં ગ્લેશિયર્સ નહીં પણ આ છે મુખ્ય સ્ત્રોત… | મુંબઈ સમાચાર

ગંગા નદીના પ્રવાહ અંગે નવો ખુલાસો: ઉનાળામાં ગ્લેશિયર્સ નહીં પણ આ છે મુખ્ય સ્ત્રોત…

Research on Ganga River Water: ઉત્તરાખંડ સ્થિત IIT રુરકીના સંશોધકોએ ગંગા નદીના પ્રવાહને લઈને એક મોટો ખુલાસો કર્યો છે, જે અત્યાર સુધીની માન્યતાઓને બદલી શકે છે.

એક નવા અભ્યાસ મુજબ ઉનાળામાં ગંગા નદીનો પ્રવાહ મુખ્યત્વે હિમનદીઓ (ગ્લેશિયર્સ)ના પીગળવાથી નહીં, પરંતુ ભૂગર્ભજળ (ગ્રાઉન્ડવોટર)માંથી આવે છે. આ અભ્યાસ ગંગાના જળ સ્ત્રોતોને સમજવા અને તેના સંરક્ષણ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

આપણ વાંચો: ગંગા નદીમાં ફસાયેલા છ કાવડિયાને બચાવી લેવાયા, વીડિયો વાયરલ

સંશોધનના મુખ્ય તારણો

સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ગ્રીષ્મકાળ દરમિયાન ગંગા નદીમાં 58 ટકા પાણી બાષ્પીભવન થઈને નષ્ટ થઈ જાય છે. બીજી તરફ, નદીના મધ્ય ભાગમાં ભૂગર્ભજળનું યોગદાન તેના જળ સ્તરમાં 120 ટકા સુધીનો વધારો કરે છે.

આ તારણ દર્શાવે છે કે પટના સુધી ગંગાનો મુખ્ય પ્રવાહ ભૂગર્ભજળ પર આધારિત છે. ઉનાળામાં ઘાઘરા અને ગંડક જેવી સહાયક નદીઓ પણ ગંગાના પ્રવાહમાં વધારો કરે છે.

IIT રુરકીના ભૂ-વિજ્ઞાન વિભાગના પ્રો. અભયાનંદ સિંહ મૌર્યએ જણાવ્યું કે આ સંશોધન દર્શાવે છે કે ગંગાનું જળસ્તર ભૂગર્ભજળ ઘટવાના કારણે નહીં, પરંતુ વધારે પાણીનો ઉપયોગ, જળમાર્ગમાં ફેરફાર અને સહાયક નદીઓની ઉપેક્ષાના કારણે ઘટી રહ્યું છે.

આપણ વાંચો: બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ ગુજરાતમાં દમણ ગંગા નદી પર બ્રિજનું બાંધકામ પૂર્ણ

જળ વ્યવસ્થાપન અને ભવિષ્યની રણનીતિ

આ સંશોધનના પરિણામો સરકારી યોજનાઓ જેવી કે નમામિ ગંગે, અટલ ભૂજળ યોજના અને જળશક્તિ અભિયાનની મહત્તા સાબિત કરે છે, જેનો ઉદ્દેશ્ય નદીની સફાઈ અને ભૂગર્ભજળનું પુનર્ભરણ કરવાનો છે. સંશોધકોએ ભારપૂર્વક જણાવ્યું છે કે, જો ભારતને ગંગા નદીના પ્રવાહને સ્થિર રાખવો હોય તો નીચેના પગલાં લેવા જરૂરી છે:

  1. ભૂગર્ભજળનું સંરક્ષણ અને પુનર્ભરણ (રિચાર્જ)2. નદીના મુખ્ય માર્ગમાં પર્યાપ્ત પાણી છોડવું.
  2. સહાયક નદીઓને પુનર્જીવિત કરવી.

આ સંશોધન માત્ર ગંગા માટે જ નહીં, પરંતુ ભારતીય ઉપખંડની અન્ય મુખ્ય નદીઓ માટે પણ એક સ્થિર નદી પુનરુદ્ધાર રણનીતિ ઘડવામાં મદદરૂપ થશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button