સીએમ યોગીની જ્યારે મુલાકાત થઇ બબ્બર શેર સાથે, પછી …..
લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ સીએમ યોગી હળવા મૂડમાં જોવા મળ્યા હતા. સીએમ યોગીએ ગોરખનાથ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી અને ત્યાં હાજર બાળકો સાથે વાત પણ કરી હતી અને તેમને ચોકલેટ પણ આપી હતી. સીએમએ થોડો સમય ગૌશાળામાં ગાયની સેવા કરવામાં પસાર કર્યો હતો.
આ પછી સીએમ ગોરખપુરના અશફાક ઉલ્લાહ ખાન ઝૂલોજિકલ પાર્ક પહોંચ્યા હતા. ત્યાં ફરતી વખતે તેઓ અચાનક સિંહ અને સિંહણના પિંજરા પાસે પહોંચી ગયા હતા. આ સિંહને તાજેતરમાં ઇટાવા સફારીથી ગોરખપુર લાવવામાં આવ્યો છે. આ બબ્બર શેરનું નામ ભરત છે. પિંજરામાંના સિંહ અને સિંહણે ગર્જના કરી અને સીએમ યોગીને સલામ કરી હતી. CMએ પ્રાણી સંગ્રહાલયના સ્ટાફ પાસેથી સિંહ અને સિંહણ વિશે સંપૂર્ણ માહિતી લીધી હતી.
આ પણ વાંચો: 22 જાન્યુઆરીએ સીએમ યોગીએ યુપીમાં જાહેર રજા જાહેર કરી, દારૂનું વેચાણ પણ બંધ રાખવામાં આવે….
સીએમ યોગીએ વાઘ અમર અને સફેદ વાઘણ ગીતાના પિંજરાની પણ મુલાકાત લીધી હતી અને તેમને જોયા હતા. સીએમ યોગીને જોઈને વાઘ અમરે એક પગ ઊંચો કર્યો અને ગર્જના કરી હતી કે જાણે તેમને સલામ કરી રહ્યો હોય. સીએમ તેમની ગર્જના પર હસી પડ્યા અને કહ્યું, ઓહ માય, કેમ છો? આ દરમિયાન તેઓ ગર્જના કરતા વાઘને શાંત રહેવા માટે કહેતા જોવા મળ્યો હતો. તેમણે પ્રાણી સંગ્રહાલયમાં ગેંડાને કેળા અને અન્ય ફળો પણ ખવડાવ્યાં હતા. મુખ્ય પ્રધાન પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક મુલાકાતીઓને પણ મળ્યા હતા અને તેમની પાસેથી અહીં ઉપલબ્ધ સુવિધાઓની સ્થિતિ જાણી હતી.
સીએમ બબ્બર શેરની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. આ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ આ વીડિયોની સાથે સીએમ યોગીની જૂની તસવીર પણ શેર કરી રહ્યા છે. તેમાં સી.એમ સિંહના બચ્ચાને ખોળામાં રાખેલા જોવા મળે છે.
બબ્બર શેર ભરતને ઇટાવા સફારીથી લાવવામાં આવ્યો છે
સિંહ ભરત અને સિંહણ ગૌરીને તાજેતરમાં ઇટાવા સફારીથી ગોરખપુરના અશફાક ઉલ્લાહ ઝૂલોજિકલ ફોરેસ્ટ પાર્કમાં લાવવામાં આવ્યા હતા. અગાઉ ફેબ્રુઆરી 2021માં સિંહ પટૌડી અને સિંહણ મરિયમને ગોરખપુર ઝૂમાં લાવવામાં આવ્યા હતા. સિંહણ મરિયમનું આ વર્ષે અવસાન થયું હતું. આ પછી ગોરખપુર પ્રાણી સંગ્રહાલયમાં માત્ર બબ્બર સિંહ પટૌડી જ રહી ગયા હતા. ભરત અને ગૌરીના આગમનથી સિંહોના પિંજરામાં નવી રોનક આવી છે.