Shri Ram Mandirના દર્શન કરનાર ભક્તોને પ્રસાદમાં શું મળશે? ચાલો જાણીએ..

આવતીકાલે એટલે કે 22 જાન્યુઆરીના રોજ Shri Ram Mandirના ઉદ્ઘાટનની તમામ દેશવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે, Ayodhyaની ગલીગલી રામભક્તોને આવકારવા સજ્જ બની છે. ત્યારે પ્રભુ શ્રીરામના દર્શન કરનાર ભક્તોને પ્રસાદ ઘણી બધી સામગ્રી આપવાનો શ્રીરામ મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા 15 હજાર જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ડ્રાયફ્રુટ્સના લાડુ, ગોળ-રેવડી, ચિક્કી, અક્ષત અને કંકુ પણ હશે. પ્રસાદના પેકેટમાં ચોખા અને કંકુ માટે ખાસ પેકિંગ કરવામાં આવ્યું છે. સમારંભની ભવ્યતાની ઝલક આ પ્રસાદની સામગ્રીઓ પરથી જોઇ શકાય છે.
હાલમાં જે ભક્તો દર્શનાર્થે આવે તેમને સાકરિયા આપવામાં આવે છે, પ્રસાદની સામગ્રીઓમાં તેનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત રક્ષાસૂત્ર, રામ દિવા પણ ભક્તોને આપવામાં આવશે. જેમાં ભક્તો રામજ્યોતિ પ્રગટાવી શકશે. પ્રસાદના બોક્સ પર શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટ તથા મહાબલી હનુમાનના નિવાસસ્થાન હનુમાન ગઢીનો લોગો પણ છે, જેના પર વિવિધ ચોપાઇઓ લખેલી છે.

જો કે દેશભરમાંથી રામભક્તો પહેલેથી જ વિવિધ લાડુ સહિતની વસ્તુઓ અયોધ્યા મોકલાવી જ રહ્યા છે, આ પ્રસાદમ જે ભક્તો રામમંદિરના ઉદ્ઘાટન પર આવશે તેમને આપવામાં આવશે.
લખનૌ સ્થિત ‘છપ્પનભોગ’ તરફથી આ પ્રસાદની સામગ્રીઓ તૈયાર કરવામાં આવી છે. ‘છપ્પનભોગ’ના રવિન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે રામમંદિરનો પ્રસાદ તૈયાર કરવાની તક મળવી એ સૌભાગ્યની વાત છે.