રાહુલ ગાંધીએ 15 વર્ષમાં નથી કર્યું, તે ડબલ એન્જિનની સરકારે પાંચ વર્ષમાં કર્યું: સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય મંત્રી અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા શુક્રવારે કહ્યું કે નામ બદલતા, ગામ બદલતા, બધાએ સાંભળ્યું છે, પરંતુ પરિવાર બદલ્યો હોય તેવું કોઈએ સાંભળ્યું નથી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ વાયનાડમાં કહ્યું કે વાયનાડ તેમનો પરિવાર છે અને ત્યાંના લોકો વફાદાર છે.
ઈરાનીએ કહ્યું, “આનો અર્થ એ છે કે અમેઠીના લોકો જ્યાં તેઓ (રાહુલ) 15 વર્ષ સુધી સાંસદ હતા, તેઓ વફાદાર નથી. તે વાયનાડમાં જઈને અમેઠીને ગાળો આપે છે. આ વખતે અમેઠીના મતદારો આવા લોકોને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.
તેઓ પોતાના નિવાસસ્થાન પર યાદવ સમાજના લોકો સાથે મુલાકાત દરમિયાન કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે ગાંધી પરિવાર ખાસ કરીને રાહુલ ગાંધી ઈચ્છતા હતા કે અમેઠીમાં લોકો ગરીબ રહે એટલા માટે જ કોઈ ગરીબનો પુત્ર ભારતનો વડાપ્રધાન બને છે તો તેમનાથી સહન થતું નથી.
આપણ વાંચો: I.N.D.I.A. ગઠબંધનના પીએમપદના ઉમેદવાર કોણ, જાણો રાહુલ ગાંધીનો જવાબ?
તેમણે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે ગરીબી સહન કરીને, પોતાની મહેનત, લગન અને ઈમાનદારીના જોરે તમારા બધાના આશિર્વાદથી પ્રધાન સેવક બનેલા નરેન્દ્ર મોદીને કોંગ્રેસ કે ગાંધી પરિવાર સહન કરી શક્તો નથી. ઈરાનીએ કહ્યું, ‘રાહુલ ગાંધીના 15 વર્ષની સામે મારા માત્ર 5 વર્ષને જોઈએ તો સ્પષ્ટ સમજાશે કે ગાંધી પરિવારે કઈ રીતે અમેઠીની ઉપેક્ષા કરી છે.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે 50 વર્ષમાં અમેઠીમાં જે નથી કર્યું, જે રાહુલ ગાંધીએ 15 વર્ષમાં નથી કર્યું, તે ડબલ એન્જિનની સરકારે પાંચ વર્ષમાં કર્યું છે. તેમણે કહ્યું, “તમે બધાએ અમેઠીમાં આવા સાંસદ ક્યારેય નહીં છે જે ગામમાં ઉભા રહીને નાળાઓની સફાઈ કરાવે. પણ તમે બધા મને બહેન માનતા હતા એટલે મેં મારી બહેન તરીકેની ફરજ નિભાવી.
ઈરાનીએ વધુમાં કહ્યું કે જ્યારે રાહુલ ગાંધીને છીંક આવતી ત્યારે તેઓ સારવાર માટે વિદેશ દોડી જતા હતા, પરંતુ અમેઠીના લોકો માટે મેડિકલ કોલેજ બનાવવામાં આવી ન હતી અને અમેઠીમાં મેડિકલ કોલેજ ત્યારે બની જ્યારે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર બની.