Pakistanમાં એક ડઝન કેળાનો શું છે ભાવ? India કરતાં સસ્તાં કે મોંઘા?
પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂક્યા છે અને ડિસેમ્બર મહિનામાં અહીં મોંઘવારી વધીને 29.66 ટકા થઈ ગઈ છે. આટલી બધી મોંઘવારી વચ્ચે અહીં શાકભાજીના ભાવમાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પાકિસ્તાનમાં એક ડઝન કેળાનો ભાવ શું છે અને ત્યાં ભારત કરતાં સસ્તાં કે મોંઘા ભાવે કેળાં વેચાય છે એ…
એક ઓનલાઈન પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર પાકિસ્તાનમાં એક ડઝન કેળાનો ભાવ 188 પાકિસ્તાની રૂપિયા છે અને ભારતીય રૂપિયાની વાત કરીએ તો તે અંદાજે 55.83 રૂપિયા જેટલી થાય છે. ભારતની વાત કરીએ તો ભારતમાં પણ એક ડઝન કેળા માટે 40થી 50 રૂપિયા ચૂકવવા પડે છે.
આ ફરક જોઈને એવું કહી શકાય કે મોંઘવારી છતાં પણ પડોશી દેશ પાકિસ્તાનમાં કેળાના ભાવ ભારતના ભાવની આસપાસ જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં કેળાંનું ઉત્પાદન ખૂબ જ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. 2022ની વાત કરીએ તો એ વર્ષે પાકિસ્તાનમાં 215570 ટન કેળાનું ઉત્પાદન થયું હતું.
ભારતની વાત કરીએ તો આખી દુનિયામાં ભારત એ કેળાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે અને ભારતમાં દર વર્ષે આશરે 30 મિલિયન ટન કેળાનું ઉત્પાદન થાય છે એવી માહિતી સાધનો દ્વારા આપવામાં આવી હતી.