ઈસરોનો આદિત્ય જ્યાં પહોંચશે એ L1 પોઈન્ટ એટલે શું?
નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ જાહેરાત કરી છે કે ભારતનું ફ્લેગશિપ સોલર મિશન આદિત્ય-L1 6 જાન્યુઆરીના રોજથી પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના અંતરે આવીને લેગ્રેંગિયન પોઈન્ટ (L1) પર પહોંચીને ત્યાં પોતાના સ્થાન પર સ્થિર થઈ જશે. એવું ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું.
આ ઉપરાંત ઈસરોના અધ્યક્ષે જણાવ્યું હતું કે આદિત્ય L1નું પોઈન્ટ ઇન્સર્ટેશન 6 જાન્યુઆરી 2024ના રોજ કરવામાં આવશે, પરંતુ 6 જાન્યુઆરીના રોજ કેટલા વાગે કરવામાં આવશે તેનો સમય હજુ નક્કી કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે આદિત્ય L1ને 2 સપ્ટેમ્બર 2023ના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC)થી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મ્શન દ્વારા ભારત સૂર્યનો અભ્યાસ કરી શકશે.
ઈસરોના વડા સોમવાથે ખાસ એ બાબત જણાવી હતી કે જ્યારે આદિત્ય એલ1 તેના ગંતવ્ય પર પહોંચશે ત્યારબાદ આગામી પાંચ વર્ષ સુધી સૂર્ય પર થઈ રહેલી વિવિધ ઘટનાઓ અને ફેરફારો વિશે જાણવા મળશે. ભારત ભવિષ્યમાં ટેકનોલોજીથી શક્તિશાળી દેશ બનવા જઈ રહ્યો છે.ત્યારે ઈસરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અનુસાર ‘અમૃત કાલ’ દરમિયાન ભારતીય અવકાશ સ્ટેશન બનાવવાની યોજના બનાવી છે, જેને ‘ભારતીય સ્પેસ સ્ટેશન’ કહેવામાં આવશે.
આદિત્ય L1ને પૃથ્વી અને સૂર્યની ખગોળીય પ્રણાલીના લેન્ગરેજ 1 બિંદુ પર લઈ જઈને ત્યાં સ્થિર કરવામાં આવશે.
સૌરમંડળમાં પૃથ્વી સૂર્યની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં ફરે છે. આ કારણે કેટલાક એવા બિંદુઓ છે જ્યાં બંનેનું ગુરુત્વાકર્ષણ એક સરખું થઈ જાય છે. વૈજ્ઞાનિકો આ સ્થાનોને લેન્ગરેજ પોઈન્ટ કહે છે. જે પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર આવેલું છે