નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Kangna અને Hema Malini સહિત સ્ટાર્સનું પરિણામ શું આવ્યું…જાણો

નવી દિલ્હીઃ લોકસભા 2024ની ચૂંટણીમાં અમુક બોલીવૂડ અને ભોજપુરી ફિલ્મના સ્ટાર્સે પણ ઝંપલાવ્યું હતું. હજુ મત ગણતરી પૂરી થઈ નથી, પરંતુ સાંજે ચાર વાગ્યા સુધીના ટ્રેન્ડ્સે ચિત્ર લગભગ સ્પષ્ટ કર્યું છે ત્યારે કોના સિતારા ચમક્યા છે અને કોણે હારનો સ્વાદ ચાખવો પડશે તે જાણો.

આ પણ વાંચો: હવે Actress Kangna Ranaut નહીં પણ MP Kangna Ranut, જીત મળતાં જ કહી આવી વાત…

  1. કંગના રનૌટઃ અભિનેત્રી કંગના રાનૌતે પહેલીવારમાં જ જીત મેળવી લીધી છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી તે 2 લાખ કરતા વધુ મતોથી આગળ છે. કૉંગ્રેસના મુકેશ ધનગરને તેણે ઘણા પાછળ છોડી દીધા.
  2. અભિનેત્રી હેમા માલિની જીતની હેટ્રિક મારવા તરફ છે. મથૂરાથી તે 2,66,000 જેટલા મતથી આગળ ચાલી રહી છે.
  3. ભાજપના ઉમેદવાર રવિકિશન સમાજવાદી પક્ષના ઉમેદવાર કાજલ નિશાદથી 30,000 મત વધારે મેળવી ચૂક્યા છે.
  4. અરૂણ ગોવિલઃ મેરઠથી અરૂણ ગોવિલ 7000 મતથી આગળ ચાલી રહ્યા છે. સપાના સુનીતા વર્મા તેમને બરાબરની ટક્કર આપી રહ્યા છે. બન્ને એકબીજાથી આગળ નીકળી રહ્યા છે. આ બેઠક પરનું અંતિમ પરિણામ રસપ્રદ રહેશે.
  5. પવન સિંહ અને નિરહુઆ
    ભોજપુરીના આ બન્ને સ્ટાર હારી રહ્યા છે. પવન સિંહ અને નિરહુઆ અનુક્રમે 20,943 અને 38,755 મતથી પાછળ ચાલી રહ્યા છે.

શત્રુધ્ન સિન્હાઃ તૃણમુલ કૉંગ્રેસના ઉમેદવાર શત્રુધ્ન સિન્હા પશ્ચિમ બંગાળની આસનોલ બેઠક પર 59,000 મતથી આગળ ચાલી રહ્યા છે. અહીંથી તેમને ભાજપના સુરેનદ્રજીત સિંહ આહલુવાલિયા લડત આપી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button