‘INDIA’ ગઠબંધનની ‘વેલિડિટી’ પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ શું કહી દીધુ?
કોંગ્રેસની હાલત હાલ ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી છે. કારણ કે પશ્ચિમ બંગાળ અને પંજાબમાં વિપક્ષી પાર્ટીઓના INDIA’ ગઠબંધનને લઈને હજુ સુધી વાતચીત નક્કી થઈ નથી. તેવામાં, બિહારમાં નીતીશ કુમારની એક્સિટથી આ વિપક્ષી ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. આ સાથે ઉત્તર પ્રદેશમાં પણ ગઠબંધનને લઈને વાતચીત ચાલી રહી છે. આ દરમિયાન ઝારખંડના બોકારોમાં કોંગ્રેસ નેતા જયરામ રમેશે મોટો દાવો કર્યો છે (Jairam Ramesh on INDIA Alliance).
જયરામ રમેશે કહ્યું, “INDIA ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી 2024 માટે રચવામાં આવ્યું છે, જેમાં થોડા દિવસો પહેલા સુધી 28 પાર્ટીઓ હતી અને હવે એક પાર્ટી (JDU) પાછી ફરીને NDAમાં ગઈ છે. હવે 27 પાર્ટીઓ છે. અમે ઝારખંડ વિધાનસભામાં પણ ગઠબંધન સરકારમાં છીએ, પરંતુ એક દિવસ કોંગ્રેસ તેની શક્તિ સાથે ઝારખંડમાં સ્વતંત્ર સરકાર બનાવશે.”
આ સાથે જ ભાજપને નિશાન બનાવતા કહ્યું કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા અને હવે ભારત જોડો ન્યાય યાત્રા પણ કહે છે કે ભાજપ-RSS તોડે છે અને કોંગ્રેસ જોડે છે. જ્યારે હું કહું છું કે બીજેપી વેંચે છે અને કોંગ્રેસ બચાવે છે (બીજેપી બેચતી હૈ ઔર કોંગ્રેસ બચાતી હૈ)
તેમણે કહ્યું, “મોદી સરકારના સમયમાં તમામ સાર્વજનિક કારખાનાઓ પર ખતરો છે. આપના દેશમાં પબ્લિક સેક્ટર બોકારો જેવા કારખાનાઓ માત્ર આર્થિક મહત્વ જ નથી રાખતા, પરંતુ તેનું સમાજિક મહત્વ પણ છે. જે લોકો કોંગ્રેસ પાસે તેમનો 70 વર્ષનો હિસાબ માંગે છે તેને બોકારો આવું જોઈએ.