નેશનલ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમા વકફ કાયદાના વિરોધમા ભડકી હિંસા, પિતા-પુત્રની ગોળી મારીને હત્યા

નવી દિલ્હી : દેશના અનેક સ્થળોએ વકફ કાયદા મુદ્દે વિરોધ થઇ રહ્યો છે. જોકે, આ દરમિયાન પશ્ચિમ બંગાળમા મુર્શિદાબાદમાં વક્ફ કાયદા વિરુદ્ધ હિંસા સતત ચાલી રહી છે. જેમા જાંગીપુર, સુતી, ધુલિયાન, શમશેરગંજ અને જાફરાબાદમાં વિરોધ ચાલુ છે.

આ દરમિયાન મુર્શિદાબાદમાં એક પિતા અને પુત્રની હત્યા કરવામાં આવી છે. તેમના ઘરમાંથી લોહીથી લથપથ એક લાશ મળી આવી હતી. ગુનેગારો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હત્યાનો આરોપ છે. આ ઘટના શનિવારે શમશેરગંજમાં બની હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે.

આપણ વાંચો: મમતા બેનર્જીએ કહ્યું પશ્ચિમ બંગાળમા વકફ કાયદાને લાગુ નહિ થવા દઈએ, વકફ મિલકતોની સુરક્ષા કરાશે

પિતા-પુત્રએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો

આ ઘટનાની માહિતી મુજબ તે દિવસે શમશેરગંજમાં મૃતકના ઘર પર ટોળાએ હુમલો કર્યો હતો. લૂંટના ઈરાદાથી આ ટોળાએ તોડફોડ શરૂ કરી દીધી. જ્યારે પિતા-પુત્રએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો.

ત્યારે તેમની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. મૃતદેહોને ફરક્કા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેના શરીર પર ઈજાના નિશાન છે. મૃતક પિતા-પુત્રના નામ હરગોવિંદ દાસ અને ચંદન દાસ છે.

આપણ વાંચો: પશ્ચિમ બંગાળમા વકફ કાયદાનો વિરોધ હિંસક બન્યો, અનેક ગાડીઓમા આગ ચાંપી, પોલીસે લાઠીચાર્જ કર્યો

સજુર ક્રોસિંગ પર ગોળીબારની ઘટના

આ ઉપરાંત ગઈકાલે સુતીના સજુર ક્રોસિંગ પર ગોળીબારની ઘટનામાં ઘાયલ થયેલા એક કિશોરનું મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મૃત્યુ થયું. મૃતક યુવકનું નામ એજાઝ અહેમદ છે. મૃતદેહને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. મૃતક યુવકનું ઘર સજુર મોડ કાશીમનગર વિસ્તારમાં છે.

આપણ વાંચો: ઈદ પ્રસંગે Mamata Banerjeeનો મોટો આરોપ, કહ્યું પશ્ચિમ બંગાળમા રમખાણો કરાવવાનું ષડયંત્ર

મમતા બેનર્જી પર ભાજપના પ્રહાર

જોકે, પશ્ચિમ બંગાળમા વધતી હિંસા અંગે ભાજપ નેતા અમિત માલવિયાએ ટ્વીટ કર્યું કે ગઈકાલે રાત્રે મમતા બેનર્જીના ખૂની મુસ્લિમ ગુંડાઓએ જાફરાબાદના શમશેર ગંજના ધુલિયામાં પિતા-પુત્ર હરગોવિંદ દાસ અને ચંદન દાસની હત્યા કરી નાખી.તેમણે કહ્યું કે મમતા બેનર્જીના હાથ પર આ નિર્દોષ હિન્દુઓ અને ઘણા અન્ય લોકોનું લોહી છે. આ ગુનાહિત કૃત્યો માટે તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button