નેશનલ

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં, CBI તપાસ પર સ્ટે લાગ્યો

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, પશ્ચિમ બંગાળ સરકારે કલકત્તા હાઈકોર્ટના ચુકાદાને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેંચે સોમવારે પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુનાવણી કરી હતી. આ બેન્ચમાં જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા. શિક્ષક ભરતી કૌભાંડ કેસની આગામી સુનાવણી 6 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં થશે.

પશ્ચિમ બંગાળ સરકારે 2016 માં કરવામાં આવેલી લગભગ 25,753 ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની નિમણૂકોને રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો છે. બંગાળ સરકાર સંચાલિત અને રાજ્ય સહાયિત શાળાઓમાં શાળા સેવા આયોગ (એસએસસી) દ્વારા શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની નિમણૂકો કરવામાં આવી હતી. સીબીઆઈની તપાસ હવે સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી સુધી રોકી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી સુનાવણી સુધી CBI તપાસ પર વચગાળાનો સ્ટે લગાવી દેવામાં આવ્યો છે.

આપણ વાંચો: મમતા સરકારને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, સંદેશખાલી કેસની CBI તપાસ ચાલુ રહેશે, HCના આદેશ પર સ્ટે નહીં

કલકત્તા હાઇકોર્ટે નિમણૂકોને અમાન્ય ઠરાવતી વખતે કહ્યું હતું કે એસએસસી પેનલ સમાપ્ત થયા પછી જેમને નોકરી મળી હતી, તેમને જાહેર નાણાંમાંથી ચૂકવણી કરવામાં આવી હતી. દરેક વ્યક્તિએ ચાર અઠવાડિયામાં વ્યાજ સહિત પગાર પરત કરવાનો રહેશે. દરેક વ્યક્તિએ 12 ટકા વાર્ષિક વ્યાજ સાથે પૈસા પરત કરવાના રહેશે. હવે નવા લોકોને નોકરી મળશે, હાઈકોર્ટે 15 દિવસમાં પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

મમતા બેનર્જીએ તાજેતરમાં હાઈકોર્ટના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે જેમણે નોકરી ગુમાવી તેમની સાથે અમે ઉભા છીએ છે. બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવ્યો કે તે શાસક પક્ષ દ્વારા ન્યાયતંત્રના નિર્ણયોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button