પશ્ચિમ બંગાળમાં દીકરી અસુરક્ષિત! ફરી એક વિદ્યાર્થિની સામૂહિક દુષ્કર્મ શિકાર બની, જાણો સમગ્ર ઘટના

પશ્ચિમ બંગાળમાં હવે મહિલાઓ કે દીકરીઓ સુરક્ષિત નથી! કારણ કે, પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. વિગતે વાત કરીએ તો દુર્ગાપુરની ખાનગી કોલેજની વિદ્યાર્થિની સાથે સામૂહિક દુષ્કર્મ થયું છે. પશ્ચિમ બંગાળમાં આ પહેલી ઘટના બની, જેમાં કોઈ દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની હોય! આ પહેલા પણ અનેક ઘટનાઓ બની છે, જેના કારણે મમતાના સરકારમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો થઈ રહ્યાં છે. જ્યાં ખૂદ મહિલા જ મુખ્ય પ્રધાન છે ત્યાં જ મહિલા પોતાને સુરક્ષિત અનુભવતી નથી.
ખાનગી કોલેજની વિદ્યાર્થિની સાથે સામૂહિક દુષ્કર્મ
મળતી જાણકારી પ્રમાણે બર્ધમાન જિલ્લામાં ઓડિશાની રહેવાસી અને અહીં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર અજાણ્યાં લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના શુક્રવારે રાત્રે દુર્ગાપુરમાં આવેલી મેડિકલ કોલેજના પરિસર પાસે ઘટી હતી. બીજા વર્ષમાં અત્યાસ કરી આ વિદ્યાર્થિની તેની બહેનપણી સાથે જમવા માટે બહાર આવી હતી. અહીં અંધારાનો ફાયદો ઉઠાવીને નરાધમોએ આ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અત્યારે વિદ્યાર્થિનીની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં મહિલાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ ગુજારનાર બે આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા
દુષ્કર્મ બાદ નરાધમોએ વિદ્યાર્થિનીને ધમકી પણ આપી
યુવતીના પરિવારજનોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે આ વિદ્યાર્થિની રાત્રે 8 વાગ્યાની આસપાસ તેની બહેનપણી સાથે કેમ્પસની બહાર આવી હતી. જ્યારે ત્રણ અજાણ્યાં લોકો આવ્યા ત્યારે બહેનપણી આને મુકીને ભાગી ગઈ હતી. ત્યારબાદ આરોપીઓએ વિદ્યાર્થિની પાસેથી મોબાઈલ લઈ લીધો અને કેમ્પસ બહાર સુમસામ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ નરાધમોએ વિદ્યાર્થિનીને ધમકી આપી હતી કે, જો આ મામલે કોઈને કહ્યું તો પરિણામ ભારે આવશે.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી
પોલીસ પણ અત્યારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થિનીની બહેનપણી સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગે શનિવારે દુર્ગાપુરની ખાનગી મેડિકલ કોલેજ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આ સંદર્ભમાં કોલેજ વહીવટીતંત્ર પાસેથી તાત્કાલિક રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. કારણે કે, પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે અપરાધો વધી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી દુષ્કર્મની ઘટનાઓ પણ સતત વધી રહી છે.