પશ્ચિમ બંગાળ વિધાનસભા સદનમાં નારેબાજી! ભાજપના 5 ધારાસભ્યો સસ્પેન્ડ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં અત્યારે ચાલી રહેલા વિધાનસભા સત્રમાં ભારે ધમાલ થઈ હતી. બંગાળી પ્રવાસીઓ પર જે અત્યાચારો થઈ રહ્યાં છે તેના પર ટીએમસી સરકાર એક પ્રસ્તાવ લાવી છે. તેના પર સદનમાં ચર્ચાઓ ચાલી રહી હતી. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી આ બિલ પર ભાષણ આપવા જઈ રહ્યા હતા ત્યારે ભાજપના ધારાસભ્યોએ વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીના સસ્પેન્શન પર હોબાળો શરૂ કર્યો હતો. આ હોબાળો કર્યા બાદ વિપક્ષે ટીએમસી ધારાસભ્યોના વિરોધમાં નારાઓ પણ લગાવ્યાં હતાં.
ભાજપના ધારાસભ્યો અને માર્શલો વચ્ચે સદનમાં બબાલ
સદનમાં હોબાળો મચાવીને અરાજકતા ફેલાવવા માટે વિધાનસભા અધ્યક્ષ બિમન બેનર્જીએ ભાજપના ધારાસભ્ય શંકર ઘોષ, અગ્નિમિત્ર પાલ, મિહિર ગોસ્વામી, અશોક ડિંડા અને બંકિમ ઘોષને ગૃહમાંથી સસ્પેન્ડ કરી દીધા હતાં. મહત્વની વાતની વાત એ છે કે, વિધાનસભામાંથી સસ્પેન્ડ કર્યાં બાદ પણ શંકર ઘોષે સદનમાંથી બહાર જવાની ના પાડી દીધી હતી. જેથી અધ્યક્ષે માર્શલ્સને બોલાવીને ધારાસભ્યને ગૃહમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો હતાં.
ધારાસભ્ય ઘોષને માર્શલોએ ખેંચીને ગૃહની બહાર કાઢ્યા
માર્શલ્સને બોલાવ્યા બાદ પણ શંકર ઘોષ સદનમાંથી બહાર જવા માટે તૈયાર નહોતા. જેથી ધારાસભ્ય ઘોષને માર્શલો ખેંચીને ગૃહની બહાર લઈ ગયા હતાં. આ દરમિયાન ભાજપના ધારાસભ્યો અને માર્શલો વચ્ચે ઘણી ઝપાઝપી થઈ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ બબાલ વચ્ચે શંકર ઘોષની તબીયત ખરાબ થઈ ગઈ હતી. જેથી સદનમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.
બીજેપી હંમેશા બંગાળી ભાષા અને બંગાળને નફરત કરે છેઃ મમતા બેનર્જી
આ દરમિયાન સદનમાં મમતા બેનર્જીએ પોતાના ભાષણમાં બીજેપી પર વાક્ પ્રહાર કર્યાં હતાં. મમતા બેનર્જીએ કહ્યું કે, બીજેપી હંમેશા બંગાળી ભાષા અને બંગાળને નફરત કરે છે. મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટીને બંગાળી વિરોધી અને રાષ્ટ્ર વિરોધી પણ ગણાવી હતી. પશ્ચિમ બંગાળીના સીએમએ ભાજપ નથુરામ ગોડસેનો પક્ષ છે. ભાજપ આખા દેશમાં અત્યાચાર કરી રહી છે. આ મામલે અત્યારે સમગ્ર પશ્ચિમ બંગાળમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
આ પણ વાંચો… Parliament Session:સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં હંગામાની શક્યતા, વિપક્ષ સરકારને અનેક મુદ્દે ઘેરશે