આ તારીખથી ચોમાસુ લઈ શકે છે વિદાય! હવામાન વિભાગે કરી આગાહી

નવી દિલ્હીઃ ભારતના અનેક રાજ્યોમાં જળબંબાકાર બાદ વરસાદે વિરામ લીધો હતો. પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 15 સપ્ટેમ્બરથી ચોમાસુ વિદાય લઈ શકે છે. આ દરમિયાન ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. આ પહેલા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું હતું. હવે ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
15મી સપ્ટેમ્બરની આસપાસ ચોમાસુ વિદાય લઈ શકે
ચોમાસાની વાત કરવામાં આવે તો, સામાન્ય રીતે 1લી જૂન સુધીમાં કેરળમાં ચોમાસું શરૂ થાય છે અને 8મી જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાય છે. વર્તમાનમાં વરસાદની વાત કરવામાં આવે તો, 15મી સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય થશે તેવું લાગી રહ્યું છે. આ વર્ષે દેશમાં ચોમાસું સમય પહેલા જ શરૂ થઈ ગયું છે. 2020 પછી આવું પહેલી વખત બન્યું છે, કે આઠ જુલાઈના 9 દિવસ પહેલા દેશમાં ચોમાસાની શરૂઆત થઈ હોય!
આ પણ વાંચો : દિલ્હી સહિત 27 રાજ્યોમાં રહેશે વરસાદી માહોલ! આ રાજ્યમાં હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
આ વર્ષે ઉત્તર ભારતમાં સૌથી વધારે વરસાદ પડ્યો
દેશમાં ચોમાસાની ઋતુ દરમિયાન પડેલાના વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો, અત્યાર સુધીમાં 836.2 મીમી વરસાદ પડ્યો છે, જે 778.6 મીમીના સામાન્ય વરસાદ કરતાં 7 ટકા વધુ છે. IMD એ આગાહી કરી હતી કે, ભારતમાં જૂન-સપ્ટેમ્બર ચોમાસાની ઋતુ દરમિયાન 87 સેમીના લાંબા ગાળાના સરેરાશ વરસાદના 106 ટકા વરસાદ થવાની સંભાવના છે. જેના પ્રમાણમાં વરસાદ આવ્યો પણ છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં અતિભારે વરસાદ થયો હતો.
આ પણ વાંચો : ગુજરાતને એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ ધમરોળશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી…