Vistara Airlines: ‘સ્થિતિ સામાન્ય થઇ ગઈ છે…’ વિસ્તારા એરલાઈન્સના CEOએ કર્મચારીઓને ખાતરી આપી

મુંબઈ: ભારતના ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઈન્સની ભાગીદારીની વિસ્તારા એરલાઈન્સ(Vistara Airlines) છેલ્લા કેટલાક દિવસોથી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઇ રહી છે, પાઈલોટ્સની અછતને કારણે વિસ્તારાની સંખ્યા બંધ ફ્લાઈટ્સ કેન્સલ અથવા ડીલે થઇ હતી. એવામાં વિસ્તારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO) વિનોદ કન્નન(Vinod Kannan)એ એક ઈમેલ મોકલી કર્મચારીઓને ખાતરી આપી હતી કે ધીમે ધીમે બધું બરાબર થઇ રહ્યું છે, તેમણે કહ્યું કે કામગીરી સ્થિર થઈ રહી છે.
કર્મચારીઓને મોકલવામાં આવેલા ઈ-મેલમાં કન્નને જણાવ્યું હતું કે એરલાઈનનું ઓન-ટાઇમ પરફોર્મન્સ (OTP) વધીને 89% થઈ ગયું છે. તેમણે ઈ મેઈલમાં લખ્યું કે “…હું તમને ખાતરી આપું છું કે સૌથી ખરાબ સમય વીતી ચુક્યો છે, અને આપણે આપણી કામગીરીને જ સ્થિર કરી દીધી છે, આપણું ઓન-ટાઇમ પરફોર્મન્સ (OTP) 9 એપ્રિલ 2024ના રોજ વધીને 89% થઈ ગઈ છે, જે તમામ ભારતીય એરલાઈન્સમાં બીજા નંબરે હતું.”
ક્રૂની અનુપલબ્ધતાને કારણે વિસ્તારા એરલાઇનને ગયા અઠવાડિયે 150થી ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી અને સંખ્યાબંધ ફ્લાઈટ્સ ડીલે થઇ હતી.
આપણ વાંચો: Vistara Airline માં કટોકટી યથાવત; દિલ્હીથી આટલી ફ્લાઈટ્સ રદ, આજે મહત્વની બેઠક
એર લાઈનના CEO કન્નને તેના ઇમેઇલમાં જણાવ્યું હતું કે, “ફ્લાઇટ કેન્સલેશનની સમસ્યા પાછળ ઘણા કારણો હતા, જેમાં એર ટ્રાફિક કંટ્રોલ ડીલે, બર્ડ હિટ અને ગયા મહિનાની શરૂઆતમાં મેન્ટેનન્સ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે – જેની અસર નેટવર્ક પર થઇ હતી.”
કન્નને સ્વીકાર્યું કે નબળા આયોજનને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. કન્નને કહ્યું, “અમે વધુ સારી રીતે આયોજન કરી શક્યા હોત અને આ અનુભવથી ઘણું શીખ્યા છીએ રહ્યો છે જેની અમે આ સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કરીશું,”
સાથે સાથે તમણે મુશ્કેલ પરિસ્થિતિમાં સ્વૈચ્છિક રીતે કામ કરવા બદલ એરલાઈનના પાઇલોટ્સ અને ફ્રન્ટલાઇન સ્ટાફનો આભાર માન્યો હતો. કન્નને એરલાઇનની કામગીરીને સામાન્ય કરવાના પ્રયાસો પર ભાર મૂક્યો હતો.