એર ઇન્ડિયાના વિમાનનું વિશાખાપટ્ટનમમાં ઇમરજન્સી લેન્ડિંગ, જાણો શું છે કારણ…

વિશાખાપટ્ટનમઃ ફ્લાઇટમાં ખામી સર્જાતી હોવાની ઘટનાઓ છેલ્લા ઘણાં સમયથી વધી રહી છે. ફરી એકવાર હૈદરાબાદ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનું વિશાખાપટ્ટનમમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પક્ષી અથડાવાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઇમરજન્સી લેન્ડિંગના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયાં હતા.
એરપોર્ટ ડિરેક્ટર સમગ્ર ઘટના અંગે આપી વિગતો
આ મામલે વિશાખાપટ્ટનમ એરપોર્ટ ડિરેક્ટર એસ રાજા રેડ્ડી ખાસ વિગતો આપી હતી. ડિરેક્ટર એસ રાજા રેડ્ડીએ કહ્યું કે, વિશાખાપટ્ટનમથી બપોરે 02:38 વાગ્યે ઉડાન ભરી હતી. જો કે, એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX 2658 ના પાઇલટે ઇમરજન્સી લેન્ડિંગની વિનંતી કરી અને 20 મિનિટમાં વિશાખાપટ્ટનમ પરત આવી ગઈ હતી. પક્ષી અથડાવાને કારણે હૈદરાબાદ જતી ફ્લાઇટને રદ કરી દેવામાં આવી હતી. પક્ષી અથડાવાની ઘટનાઓ પણ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: તિરુવનંતપુરમથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટનું ચેન્નાઈમાં ઈમરજ્ન્સી લેન્ડિંગ, પાંચ સાંસદ હતા સવાર
તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યાં
એરપોર્ટ ડિરેક્ટર એસ રાજા રેડ્ડીએ વધુમાં જણાવ્યું કે, વિશાખાપટ્ટનમથી ટેક ઓફ થયા બાદ ફ્લાઈટના એન્જિનમાં કોઈ ખામી સર્જાઈ હોવાની પાયલોટે ફરિયાદ કરી હતી. એન્જિનમાં ખામી સર્જાઈ હોવાના કારણે પાયલોટે ઇમરજન્સી લેન્ડિંગ કરવા માટે અપીલ કરી અને 20 મિનિટમાં ફ્ટાઈલના વિશાખાપટ્ટમ પાછી આવી ગઈ હતી. અત્યારે મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ સત્વરે તે મુસાફરો માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા પણ કરી આપવાની કામગીરી ચાલી રહી છે.