નેશનલ

રાહુલ ગાંધીનો વાયરલ વીડિયોઃ કોની સાથે વાત કરી રહ્યા છે…

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઘણા રાજ્યના મુખ્ય પ્રધાન સહિતના રાજકીય મહાનુભાવો મુંબઈના બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ભેગા થયા હતા. અહીં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન અને ત્યારબાદ શુભ આશીર્વાદ સમારોહ હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી.

ત્યારે કૉંગ્રેસના સાંસદ અને ઈન્ડિયા ગઠબંધનના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દિલ્હીમાં પિઝેરીયાના આઉટલેટમાં દેખાયા હતા. રાહુલ બલ્યુ કલરના ટી શર્ટમાં સાવ સીધા સાદા લૂકમાં દેખાયો હતો. રાહુલ કોઈ સાથે વાત કરતો પણ દેખાયો પણ સામેની વ્યક્તિ જોઈ શકાતી નથી.

https://twitter.com/i/status/1812203816709763502

જોકે રાહુલ અંબાણી પરિવારના કાર્યક્રમમાં હાજરી નથી આપવાના તે પહેલેથી સ્પષ્ટ હતું. રાહુલ મહારાષ્ટ્રના પંઢરપુરમાં વારીમાં ભાગ લેવાની વિગતો પણ વાયરલ થઈ હતી.

દરમિયાન મહારાષ્ટ્રના રાજકારણીઓ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર સ્મૃતિ ઈરાની સહિતના ઘણા રાજકારણીઓ અંબાણીના લગ્ન સમારંભમાં હાજર રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button