Viral Video: બેંગલુરુમાં વર્ક ફ્રોમ ઓફિસ પછી હવે શરૂ થયું વર્ક ફ્રોમ થિયેટર

બેંગલુરુ: દેશમાં ટ્રાફિક જામ અને આઇટી ઓફિસ માટે પ્રખ્યાત શહેર બેંગલુરુમાં લોકો માટે કામ અને લાઈફને બેલેન્સ કરવું ખુબજ મુશ્કેલ બન્યું છે. બેંગલુરુમાં ટ્રાફિકમાં ફસતા બાઇક પર લેપટોપ લઈને ઓફિસનું કામ કરતી એક મહિલાની તસવીર થોડા સમય પેહલા વાઇરલ થઈ હતી.
એવી જ રીતે હવે બેંગલુરુથી એવી જ એક પોસ્ટ સોશિયલ મીડિયા વાઇરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એક વ્યક્તિ સિનેમા હોલમાં બેસીને લેપટોપ પર કામ કરતો દેખાઈ રહ્યો છે. થિયેટરમાં કામ કરતાં વ્યક્તિની પોસ્ટ પર લોકો જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેફોર્મ એક્સ પર આ પોસ્ટ કરવામાં આવી હતી. એક્સ પર કરવામાં આવેલી પોસ્ટમાં એક થિયેટરમાં સવારના શો દરમિયાન એક વ્યક્તિ લેપટોપ સાથે સીટ પર બેસી કામ કરતો દેખાઈ રહ્યો છે.
એક્સ પર પોસ્ટ કરવામાં આવેલા પોવીડિયોમાં થિયેટરમાં મોર્નીંગ શોના અંધારામાં એક લેપટોપની સ્ક્રીન ચમકતી દેખાઈ રહી છે. આ દ્રશ્ય બેંગલુરુના વર્ક કલ્ચરનું પ્રતિક છે જ્યાં લોકોને વર્ક અને લાઈફને બેલેન્સ કરવું મુશ્કેલ છે, એવી કમેન્ટ એક નેટીઝને કરી હતી.
બેંગલુરુમાં આ પહેલા પણ આ પ્રકારના અનેક વીડિયો અને તસવીરો વાઇરલ થયા છે. દેશનું આઇટી કેપિટલ ગણાતા બેંગલુરુમાં અનેક સ્ટાર્ટઅપ કંપની શરૂ કરવામાં આવી છે. બેંગલુરુમાં અનેક કંપનીની ઓફિસ આવેલી છે, જેથી બેંગલુરુમાં પણ મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.