પાકિસ્તાનના ડ્રોનને રોકવા માટે 15 લાખ રૂપિયાની મિસાઇલોનો ઉપયોગ કેમ કર્યોે?: વિજય વડેટ્ટીવાર

નાગપુર: મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન 15,000 રૂપિયાની કિંમતના પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવેલા ચાઇનીઝ ડ્રોનને રોકવા માટે 15 લાખ રૂપિયાની મિસાઇલોનો ઉપયોગ કરવાનું કારણ પુછીને તેની યોગ્યતા પર સવાલ ઉપસ્થિત કર્યો હતો.
નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા રાજ્યના ભૂતપૂર્વ પ્રધાને જાણવાનો પ્રયાસ કર્યો કે શું સરકારને પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં થયેલા નુકસાન વિશે પૂછવું ખોટું છે?
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર દરમિયાન દેશ, ધર્મવિરોધી પ્રચાર કરનાર સામે કાર્યવાહી, પોલીસે 110 ID બ્લોક કરી…
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ઓપરેશન સિંદૂરને પાકિસ્તાન સામે ‘ચૂટપુટ’ (નાનું) યુદ્ધ કહેવામાં આવ્યું હતું તે અંગેના સવાલના જવાબમાં વડેટ્ટીવારે કહ્યું કે બંને વચ્ચે થયેલા સંઘર્ષમાં દેશ દ્વારા થયેલા નુકસાન અને સૈનિકોના જાનહાનિ વિશે સરકારને સવાલો પૂછવા ખોટા નથી.
શું આપણે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી દરમિયાન કોઈ રાફેલ જેટ ગુમાવ્યા છે? એમ પણ તેમણે પૂછ્યું હતું.
‘તેઓએ (પાકિસ્તાને) 5,000 ચીની બનાવટના ડ્રોન છોડ્યા જેની કિંમત લગભગ 15,000 રૂપિયા હશે, પરંતુ આપણે 15,000 રૂપિયાના તે ડ્રોનને નષ્ટ કરવા માટે 15 લાખ રૂપિયાની મિસાઇલો છોડી હતી. તેથી, સરકારે આ પરિબળો અને નુકસાન અંગે સ્પષ્ટતા કરવી જોઈએ,’ એમ વડેટ્ટીવારે કહ્યું હતું.