Video: બેંગલુરુમાં વેસ્ટ ડમ્પિંગ ફેસ્ટિવલ, જ્યાં ત્યાં કચરો ફેંકવાવાળાને તંત્રએ આ રીતે પાઠ ભણાવ્યો…

બેંગલુરુ: ગઈ કાલથી બેંગલુરુના વિવિધ વિસ્તારોમાં સફાઈ કર્મીઓ કચરો ઉઠાવવાને બદલે કચરો ઠલવાતા જોવા મળ્યા, જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. હકીકતે ગ્રેટર બેંગલુરુ ઓથોરિટી (GBA)ની બેંગલુરુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ (BSWML) એ બેંગલુરુના પાંચ કોર્પોરેશનોના 190 વોર્ડમાં કાસા સુરીવુઆ હબ્બા એટલે કે વેસ્ટ ડમ્પિંગ ફેસ્ટિવલ શરૂ કર્યો છે.
BSWML ના અધિકારીના જણાવ્યા મુજબ, નાયબ મુખ્ય પ્રધાન અને બેંગલુરુ વિકાસ પ્રધાન ડીકે શિવકુમારની કડક સૂચનાઓ અનુસાર નિયમોનું ઉલંઘન કરીને કચરો ફેલાવનારા લોકો સામે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
અધિકારીના જણાવ્યા મુજબ જે ઘર કે સોસાયટીના લોકો વારંવાર જ્યાં ત્યાં કચરો ફેંકતા હતાં, BSWMLના સફાઈકર્મીઓ તેમનો વીડિયો રેકોર્ડ કર્યા હતાં, તેમના ઘરો અને તેમના ફોન નંબરોને ટ્રેક કરવામાં આવ્યા છે. હવે, આવા લોકોને શિસ્ત શીખડાવવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. કચરો ફેંકવાના તેમના ફેંકેલા કચરાના પુરાવા સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને 2000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે.
BSWML નાજણાવ્યા મુજબ ઘરઆંગણેથી કચરો ઉઠાવવાની સુવિધા આપવામાં અવી રહી છે, જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવ્યા છે છતાં, લોકો શેરીના ખૂણામાં પોલીથીન બેગ અથવા પ્લાસ્ટિકની કોથળીઓમાં બાંધીને કચરો ફેંકી રહ્યા છે.
BASED
— Gems (@gemsofbabus_) October 31, 2025
Bengaluru officials are tracing litterbugs, dumping their trash right back at their homes and slap a ₹2000 fine to teach lasting lesson. pic.twitter.com/5uv0MbZ1nJ
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બેંગલુરુ પૂર્વ શહેર કોર્પોરેશનમાં તેમના વોક વિથ સિટીઝન્સ ઇનિશિયેટિવ પછી અધિકારીઓ સાથેની તાજેતરની બેઠકમાં, DCMએ GBAના ચીફ કમિશનરને બેંગલુરુમાં કચરાના ઢગલા પર નિયંત્રણ લાવવા માટે સૂચના આપી હતી.
આ પણ વાંચો…કમાણીના મામલે અવ્વલ શહેર કયું? મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ તો નથી જ
 
 
 
 


