એકલા જ આવ્યા મનવા: મૃત પત્નીના સેંથામાં પતિએ પૂર્યું સિંદૂર, હૃદયસ્પર્શી વીડિયો વાયરલ | મુંબઈ સમાચાર
નેશનલ

એકલા જ આવ્યા મનવા: મૃત પત્નીના સેંથામાં પતિએ પૂર્યું સિંદૂર, હૃદયસ્પર્શી વીડિયો વાયરલ

પટના: એકલા જ આવ્યા મનવા, એકલા જવાના એ પંક્તિ જિંદગી જીવવાની મોટી શિખામણ સમાન છે. મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે જેને કોઈ બદલી શકતું નથી, પરંતુ પતિ-પત્નીની જોડી જ્યારે વિખૂટી પડે છે, ત્યારે કરૂણ દૃશ્ય સર્જાય છે. બિહારથી પણ આવો જ એક કિસ્સો જાણવા મળ્યો છે. વૃદ્ધ દંપતી પૈકી મહિલાની મૃત્યુ થતા પુરૂષે પરંપરાનું પાલન કર્યું છે, જેનો હૃદયસ્પર્શી વીડિયો વાયરલ થયા પછી લોકોએ પ્રતિક્રિયાઓ પણ આપી હતી.

મૃત પત્નીના સેંથામાં પતિએ સિંદૂર પૂર્યું

વ્યક્તિના મૃત્યુ બાદ અંતિમસંસ્કાર કેટલીક વિધિ કરવામાં આવે છે, જેમાં પતિ-પત્ની પૈકી જો પત્નીનું મૃત્યુ થાય તો અંતિમસંસ્કાર પહેલા પતિ દ્વારા પત્નીના સેંથામાં સિંદૂર પૂરવામાં આવે છે. બિહારના છપરામાં પણ એક વૃદ્ધ દંપતીની જોડી વિખૂટી પડી છે. જેના અંતિમસંસ્કારનો વીડિયો વાયરલ થયો છે.

https://twitter.com/ChapraZila/status/1960371395122385153

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વૃદ્ધ પત્નીનું મૃત્યુ થતા વૃદ્ધ પતિ તેના સેંથામાં સિંદૂર પૂરી રહ્યો છે. સેંથામાં સિંદૂર પૂરતી વખતે તેના હાથ થરથરી રહ્યા છે. તેની આંખો પણ આંસુથી ભરાઈ આવી છે. આમ, પત્નીની વિદાય તે વૃદ્ધ માટે વસમી બની ગઈ છે. છપરા જિલ્લા નામના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને અત્યાર સુધી હજારો લોકો લાઈક કરી ચૂક્યા છે, જ્યારે પ્રતિક્રિયા પણ ચોંકાવનારી આપી હતી.

જેના લગ્ન થયા હોય તે જ આ દુ:ખ સમજી શકે

યુઝર્સ કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને વૃદ્ધના પ્રેમની સરાહના કરી રહ્યા છે. એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યું કે, “આના પછી બીજા સાથીને જીવનથી કોઈ અપેક્ષા રહેતી નથી, બસ તે આજ વિચારે છે કે, હું હવે તેને તે લોકમાં જઈને મળી લઉં.” બીજા યુઝરે લખ્યું કે, “માતાજી કેટલા ભાગ્યશાળી હતા, જેઓ 16 શણગાર સાથે આ ઘરમાં આવ્યા અને તે રીકે તૈયાર થઈને સંસારમાંથી વિદાય લઈ રહ્યા છે.” ત્રીજા યુઝરે લખ્યું કે, “આ દુ:ખ જેના લગ્ન થયા હોય, તે જ સમજી શકે છે.” ચોથા યુઝરે લખ્યું છે કે, “આજકાલના લોકોએ પ્રેમને કેવો બનાવી દીધો છે. આનાથી શીખવું જોઈએ કે, જીવનના અંત સુધી સાથ કેવી રીતે આપવો.”

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button