નેશનલ

ભરસભામાંથી ખોવાઈ ગઈ વસુંધરા રાજેની ડાયમંડ રિંગ અને…

રાજસ્થાનઃ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે જોરશોરથી કેમ્પેઈન હાથ ધરવામાં આવ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં પાર્ટીના સ્ટાર પ્રચારકોની રેલીઓ અને સભાઓ યોજાઈ રહી છે. શુક્રવારે રાજસ્થાનના સિરોહીમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં વસુંધરા રાજેની ડાયમંડ રિંગ ખોવાઈ ગઈ હતી અને ખળભળાટ થઈ ગયા હતા.

ભાજપના ઉમેદવારના સપોર્ટમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે પણ પહોંચ્યા હતા. હેલિકોપ્ટરથી ઉતરીને વસુંધરા રાજે જનસભાના મંચ તરફ આગળ વધ્યા પરંતુ અચાનક જ તેઓ પાછા હેલિકોપ્ટર પાછા ફર્યા હતા. પહેલાં તો લોકોને એવું લાગ્યું કે શું થયું? વસુંધરા રાજે કેમ સભા કર્યા વિના જ પાછા ફરી ગયા?

અહીંયા તમારી જાણ માટે વસુંધરા રાજે હેલિકોપ્ટરથી ઉતરીને મંચ પર જવા લાગ્યા ત્યારે તેમનું ધ્યાન અચાનક જ હાથ પર ગયું હતું અને એમને ખ્યાલ આવ્યો હતો ડાયમંડ રિંગ પડી ગઈ છે. આ જોતા જ તેઓ હાફળા-ફાંફળા થઈને હેલિકોપ્ટર તરફ પાછા ફરવા લાગ્યા અને હેલિકોપ્ટરમાં શોધખોળ કરતાં તેમને ડાયમંડ રિંગ પાછી મળી ગઈ હતી. આ તો અપવાદ રૂપ કે વસુંધરા રાજેની ડાયમંડ રિંગ હેલિકોપ્ટરની પાસેથી જ મળી આવી. પરંતુ જો આ રિંગ નહીં મળતે તો કદાચ વસુંધરા રાજેનું મોટું નુકસાન થઈ ગયું હોત.

ઉત્લેખનીય છે કે રાજસ્થાન ભાજપ-કોંગ્રેસ સહિત દરેક પાર્ટી જોર-શોરથી કેમ્પેઈન કરી રહી છે. રાજસ્થાનની વિધાનસભાની કુલ 200 બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે. રાજસ્થાનમાં 25 નવેમ્બરના મતદાન થશે. એક જ તબક્કામાં રાજસ્થાનની 200 બેઠકો માટે મતદાન કરવામાં આવશે. વસુંધરા રાજેના સમર્થકોનો એવું માનવું છે કે જો ભાજપની સરકાર આવશે તો ફરી એક વખત એમના નેતા વસુંધરા રાજેને મુખ્ય પ્રધાન બનવાનો તક મળી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button