વંદે ભારત સ્લીપર ટ્રેનઃ બીજી સ્લીપર રેકનો ટ્રાયલ સફળ, મુસાફરોને મળશે આધુનિક સુવિધા…

નવી દિલ્હીઃ વંદે ભારત ટ્રેન દેશના ખૂણે ખૂણે સફળતાપૂર્વક પહોંચી રહી છે, જ્યારે પ્રવાસીઓ માટે સુવિધાજનક સફર બની રહી છે ત્યારે હવે રેલવે મંત્રાલય વંદે ભારતને આધુનિક સ્વરુપ લોન્ચ કરી રહી છે. Research Designs and Standards Organisation (RDSO)ની આગેવાની વધુ એક વંદે ભારત સ્લીપર રેકનો ટ્રાયલ સફળતાપૂર્વક પૂરો કરવામાં આવ્યો છે.
આ નવી ટ્રેન બીઈએમએલ દ્વારા આઈસીએફની ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવી છે. આ નવી સેમી હાઈ સ્પીડ ટ્રેન સ્લીપર ટ્રેન ભારતમાં લાંબા અંતરની મુસાફરી માટે સૌથી મોટું પરિવર્તન લાવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ઓસિલેશન અને ઈબીડીનું સફળ ટેસ્ટિંગ
સફળતાપૂર્વક ટેસ્ટિંગ વખતે આરડીએસઓ ત્રણ રેલવે ઝોનમાં 16 કોચની પ્રોટોટાઈપ સ્લીપર રેક-2ની સ્પીડ પર વિસ્તૃતમાં ઓસિલેશન ટ્રાયલ અને ઈમરજન્સી બ્રેકિંગ ડિસ્ટન્સ (ઈબીડી)નું પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ પશ્ચિમ રેલવે, ઉત્તર મધ્ય રેલવે અને પશ્ચિમ મધ્ય રેલવે ઝોનનો સમાવેશ થાય છે. આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે આરડીએસઓએ બીજી વંદે ભારત સ્લીપર રેકનો ટ્રાયલ સંપૂર્ણપણે પાર પાડ્યો છે.
અમદાવાદ-મુંબઈ સેક્શનમાં ટ્રાયલ કરાઈ
વંદે ભારત સ્લીપર ટ્રેનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યા પછી ટ્રેનના પરીક્ષણ માટે જરુરી સુધારા વધારા કરવા માટે બીઈએમએલને મોકલવામાં આવશે. ટ્રાયલ રન વખતે જરુરી સુધારા પછી રેલવે બોર્ડને જરુરી નિર્દેશ પણ સૂચવવામાં આવશે. ટ્રેનની સ્પીડ કલાકના 180 કિલોમીટરની ઝડપથી દોડાવવામાં આવી હતી, જેમાં ટેક્નિકલ કેપેસિટી, બ્રેકિંગ કેપેસિટી, સ્થિરતા, કંપન સહિત અન્ય બાબતનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રેને કલાકના 180 કિલોમીટરની ઝડપ પણ પ્રાપ્ત કરી હતી. ત્રણ ઝોનમાં પશ્ચિમ રેલવેમાં અમદાવાદ-મુંબઈ સેક્શન, પશ્ચિમ મધ્ય રેલવેમાં સવાઈ-માધોપુર-કોટા-નાગદા સેક્શન તેમ જ ઉત્તર મધ્ય રેલવેમાં મહોબા-ખજુરાહો સેક્શનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…વંદે ભારત સ્લીપર ટ્રેનનો ફર્સ્ટ લૂક જાહેર: જુઓ AC કમ્પાર્ટમેન્ટની ઝલક…



