હવે માઈનસ 10 ડિગ્રી તાપમાનમાં પણ દોડશે Vande Bharat Express,હિમવર્ષાની નહી થાય અસર
નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં સફળતાપૂર્વક ચાલી રહેલી વંદે ભારત એકસપ્રેસ ટ્રેનને(Vande Bharat Express)હવે શિયાળામાં બરફથી આચ્છાદિત રહેતા પહાડી વિસ્તારમાં પણ ચલાવવામાં આવશે. આ અંગે રેલવેએ ખાસ નિર્ણય લીધો છે. પર્વતોમાં હિમવર્ષાને કારણે ટ્રેનની સુવિધા ઘણી ઓછી છે. પરંતુ રેલવે હવે વિશેષ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આ વિસ્તારમાં પણ દોડાવવાનું આયોજન કરી રહ્યું છે.
માઈનસ 10 ડિગ્રીમાં પણ કોઈ મુશ્કેલી નહી આવે
આ અંગે રેલવે તરફથી મળેલી માહિતી મુજબ, પીએમ મોદીના મેક ઈન ઈન્ડિયાના વિઝન મુજબ ખાસ વંદે ભારત તૈયાર કરવામાં આવી છે જેમાં હિમવર્ષા અને માઈનસ 10 ડિગ્રીમાં પણ કોઈ મુશ્કેલી નહી આવે.
જેમાં વર્ષોની લાંબી પ્રતીક્ષા બાદ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL)પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ શરૂ થવાથી કાશ્મીર ખીણના વિવિધ વિસ્તારોમાં આરામદાયક રેલ્વે સુવિધા પૂરી પાડી શકાશે.
આપણ વાંચો: થઈ ગયું નક્કી: સૌરાષ્ટ્રને આ દિવસે મળશે પહેલી વંદે ભારત, પીએમ મોદી આપશે વર્ચ્યુઅલી આપશે લીલી ઝંડી…
રેલ્વે અધિકારીના જણાવ્યા અનુસાર, ઉધમપુર-બારામુલ્લા પ્રોજેક્ટ પ્રથમ વખત 1898માં શરૂ થવાનો હતો પરંતુ તે સમયના સંજોગોને જોતા પહાડી વિસ્તારમાં ટ્રેક નાખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને તે શક્ય બન્યું ન હતું.
આ ટ્રેનમાં શું ખાસ અલગ છે?
આ અંગે ઉત્તર રેલવેના પ્રિન્સિપલ ચીફ મિકેનિકલ એન્જિનિયર અમરેન્દ્ર કુમાર ચંદ્રાએ વંદે ભારતની વિશેષતાવાળી ટ્રેન વિશે જણાવ્યું કે ટ્રેનના સંચાલન દરમિયાન વિન્ડશિલ્ડ પર બરફ જામે નહી તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
વાઇપરમાંથી ગરમ પાણી પણ આવશે
તેમણે વધુમાં કહ્યું કે ટ્રેનની વિન્ડશિલ્ડ ઓટોમેટીક ગરમ થાય છે. તેથી તેના પર બરફ જામશે થશે નહીં. વિન્ડશિલ્ડને ગરમ રાખવા માટે માઈક્રો એલિમેન્ટ લગાડવામાં આવશે. જયારે વાઇપરમાંથી ગરમ પાણી પણ આવશે જેથી જામી ગયેલા બરફને યોગ્ય રીતે સાફ કરી શકાય. વધુમાં, આઇસ કટરનો ઉપયોગ ટ્રેકને સાફ કરવા માટે કરવામાં આવશે.
આપણ વાંચો: સાબરમતી સ્ટેશન મોડિફિકેશનઃ ત્રણ દિવસ આટલી ટ્રેન રદ
એર ડ્રાયર બ્રેક્સ પણ લગાવવામાં આવી
આ ઉપરાંત આ ટ્રેનમાં એર ડ્રાયર બ્રેક્સ પણ લગાવવામાં આવી છે જેથી નીચા તાપમાન અને બરફમાં બ્રેકમાં ભેજ ન રહે.
ગરમ પાણી માટે ઇન્ડક્શન સાથે વોશરૂમ તૈયાર કરવામાં આવ્યો છે જેથી પાણી ગરમ રહે તે માટે 10 લિટરની ટાંકી વીજળી વગર પણ ગરમ રહી શકે છે.
જમ્મુથી શ્રીનગર 4-5 કલાકમાં પહોંચી શકાશે
ટ્રેનના સંચાલન અંગે સીપીઆરઓ હિમાંશુ શેખરે કહ્યું આ ટ્રેન ટૂંક સમયમાં શરૂ થશે. ટ્રેન તૈયાર છે, માત્ર પરવાનગીની રાહ જોવાઈ રહી છે મંજુરી મળતાં જ ટ્રેનનું સંચાલન શરૂ થઈ જશે. તેમણે આગળ કહ્યું કે ટ્રેન શરૂ થતાં જમ્મુથી શ્રીનગર 4-5 કલાકમાં પહોંચી શકાશે છે. જ્યારે રોડ માર્ગે 8-9 કલાકનો સમય લાગે છે.