વંદે ભારત એક્સપ્રેસની ‘ઝડપની મર્યાદા’: 180ની સ્પીડ છતાં આટલી સ્લો કેમ દોડે છે?

નવી દિલ્હીઃ દેશમાં વંદે ભારત એક્સપ્રેસનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે, જેમાં એક પછી એક પછી રાજ્યને વંદે ભારત એક્સપ્રેસથી કનેક્ટ કરવામાં આવી રહી છે. એની સાથે વંદે ભારત એક્સપ્રેસની સ્પીડમાં ફેરફાર કરવામાં આવી રહી છે, જેથી પ્રવાસીઓ ઝડપી નિર્ધારિત ડેસ્ટિનેશન પહોંચી શકે છે.
વંદે ભારત એક્સપ્રેસ ભારતીય રેલવેની સૌથી પ્રીમિયમ અને સેમી હાઈ સ્પીડ ટ્રેન છે, જેમાં પ્રવાસીઓને મુસાફરી કરવામાં સારી સુવિધા મળે છે. 2019માં લોન્ચ કરવામાં આવેલી વંદે ભારત ટ્રેનને 2019માં લોન્ચ કરવામાં આવી હતી.
જેની સ્પીડને લઈ ચર્ચામાં રહે છે. ભારતીય રેલવેએ અત્યાર સુધીમાં દેશમાં કુલ 150 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવી છે, જેમા અપ એન્ડ ડાઉન મળીને 75-75 સેટ ચલાવવામાં છે.
કલાકના 180 કિલોમીટરની સ્પીડ પણ
ચેન્નઈ સ્થિત આઈસીએફ (ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી) વંદે ભારત ટ્રેનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે નવી ટ્રેનો બે શહેર વચ્ચેનું અંતર ઘટાડ્યું છે, જ્યારે કનેક્ટિવિટીમાં પણ સુધારો કર્યો છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની મહત્તમ સ્પીડની વાત કરીએ તો કલાકના 180 કિલોમીટરે દોડાવવા માટે તૈયાર કરી છે.
જોકે, સૌથી મહત્ત્વની વાત એ છે કે ટ્રેનની રફતાર વિભિન્ન બાબત પર નિર્ભર છે, જેમાં ટ્રેક, રુટ, સ્ટોપેજ અને રેલવે સેક્શનમાં મેઈન્ટેનન્સ માટે મહત્ત્વ છે.
130 કિલોમીટરની ઝડપે દોડાવાય છે
દેશના મોટા ભાગના રાજ્યોમાં કલાકના 130 કિલોમીટરની ઝડપે વંદે ભારત એક્સપ્રેસ દોડાવાય છે, જેમાં ટ્રેન 130 કિલોમીટરની ઝડપ પ્રાપ્ત કરે છે, પરંતુ આ સ્પીડ પણ અમુક સેક્શનમાં પ્રાપ્ત કરી શકાય છે. નવી દિલ્હી-વારાણસી વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હી અને પ્રયાગરાજની વચ્ચે કલાકના 130 કિલોમીટરની સ્પીડ છે.
જ્યારે પ્રયાગરાજ-વારાણસી સેક્શનમાં કલાકના 110 કિલોમીટરની મર્યાદા છે. નવી દિલ્હી-કટરા વંદે ભારત પણ કટરા સુધી કલાકના 110 કિલોમીટરની ઝડપે દોડાવાય છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદના ચોમાસું સત્રમાં જણાવ્યું હતું કે દેશમાં દસ વર્ષમાં ટ્રેનોની સ્પીડ વધારવાની સાથે રેલવે ટ્રેક સંબંધિત અનેક મોટા સુધારા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો…આનંદો મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસને હવે નવસારી સ્ટેશનનો મળ્યો હોલ્ટ